રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત (Jilla Panchayat Meeting in Rajkot)ની આજે સંકલન બેઠક મળી હતી. આ સંકલન બેઠકમાં મહિલા સભ્યો (Women members in jilla panchayat)ના પતિદેવો હાજર રહેતા હોબાળો મચ્યો હતો. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ (Rajkot District BJP President) મનસુખ ખાખરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાંથી ચૂંટાઈને આવતી મહિલાઓ અશિક્ષિત (Women Education In Gujarat) હોય છે. જેના કારણે તમામ વહીવટ તેમના પતિદેવો સંભાળતા હોય છે. જો કે મહિલા સભ્યના પતિદેવ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેતા મામલો ખૂબ જ ગરમાયો હતો.
13 મહિલા સભ્યોમાંથી 2 સભ્ય ઉપસ્થિત- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની 13 જેટલી મહિલા સભ્યો ચૂંટાયેલી છે. આજે સંકલન બેઠક યોજાઇ હતી જેમાં માત્ર 2 જ મહિલાઓ (women reservation in panchayat) ઉપસ્થિત રહી હતી. સંકલન બેઠકમાં 2 મહિલા સિવાય અન્ય મહિલાઓના પતિદેવોએ બેઠકમાં હાજરી આપી હતી. જેના કારણે હોબાળો મચ્યો હતો. જો કે સમગ્ર મામલાની જાણ જિલ્લા ભાજપ પ્રમુખને થતાં તેઓ પણ પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને આ મામલો થાળે પાડ્યો હતો. તેમજ આગામી દિવસોમાં તમામ મહિલા સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહે તે પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચને પગે લાગીને વિનમ્રતા દર્શાવી
મહિલા સભ્યોના પતિદેવો ઉપસ્થિત રહેતાં હોબાળો- સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ (women participation in panchayat) અશિક્ષિત હોય છે, જેના કારણે તમામ કામ તેમના પતિદેવો દ્વારા કરવામાં આવતા હોય છે. હવે પછી આગામી બેઠકમાં તમામ મહિલા સભ્યોને ફરજિયાત ઉપસ્થિત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જેના કારણે મહિલાઓ પણ વહીવટી પ્રક્રિયા સમજી શકે. જો કે જિલ્લા પંચાયતમાં ભાજપની 13 મહિલા સભ્યોમાંથી માત્ર 2 જ મહિલા સભ્યો ઉપસ્થિત રહેતા અને અન્ય મહિલાઓના પતિદેવો ઉપસ્થિત રહેતા થોડા સમય માટે હોબાળો મચી જવા પામ્યો હતો.
PM મોદીએ કહ્યું હતું - મહિલા સરપંચો જ જવાબદારી સંભાળી, ન કે તેમના પતિદેવો- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં ગુજરાત પંચાયત મહાસંમેલન (Panchayat Mahasammelan 2022) યોજાયું હતું. જેમાં વડાપ્રધાન મોદી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, મહિલા સરપંચ (woman sarpanch in gujarat)નું કામ તેમના પતિદેવો સાંભળવાને બદલે મહિલાઓ જ સંભાળે. વડાપ્રધાન મોદીએ પણ મહિલાઓના પતિદેવના બદલે મહિલા સભ્યો જ તમામ કામ કરે તેવી સૂચના આપી છે. વડાપ્રધાને SP (સરપંચ પતિ)નો હરિયાણાનો દાખલો આપતાં સરપંચ મહિલાઓ જ ખુદ કામ સંભાળે એ વાત પર ભાર મુક્યો હતો.