ETV Bharat / city

રાજકોટમાં સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો, કપાસિયામાં પણ તેજી - રાજકોટ

એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. ત્યારે બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં પણ એક બાદ એક વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સિંગતેલમાં ડબ્બે રુપિયા 10નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે ફરી રુપિયા 24નો વધારો થતાં હાલ સિંગતેલનો ડબ્બો રુપિયા 2500ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલમાં પણ હાલ આ જ પ્રમાણે તેજી જોવા મળી રહી છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારાને લઇને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો, કપાસિયામાં પણ તેજી

author img

By

Published : Mar 9, 2021, 4:25 PM IST

  • રાજકોટ સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો
  • કપાસિયાના તેલમાં પણ તેજી
  • છેલ્લા ત્રણ દિવસમાં રુપિયા 25નો વધારો

અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રુપિયા 25નો વધારો આવ્યો છે. જેને લઇને 15 કિલોના ડબ્બાની કિંમત 2500 રુપિયાની સપાટીએ પહોંચી છે. જ્યારે કપાસિયા તેલમાં પણ તેજી જોવા મળી રહી છે. વેપારીઓનું માનવું છે કે ખાદ્યતેલની સતત માગને લઈને આ તેલમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ફરસાણ સહિતની ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ગૃહિણીઓનું બજેટ સતત ભાવ વધારાને લઇને ખોરવાયું છે.

આ પણ વાંચોઃ મગફળીની મબલખ આવક પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં ભડકો, કારણ શું ? જુઓ

પામ તેલના ભાવ રુપિયા 1950ની સપાટીએ જોવા મળ્યા

પેટ્રોલ-ડીઝલ બાદ તેમજ સિંગતેલ અને કપાસિયા તેલમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પામ તેલમાં પણ આ જ પ્રકારે ભાવમાં વધારો થયો છે. હાલ પામ તેલના ભાવ રૂ.1910થી રૂ.1950 સુધીની સપાટી જોવા મળી રહ્યાં છે. તેલના ભાવમાં વધારો થતાંની સાથે જ સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. જ્યારે ફરસાણના વેપારીઓમાં પણ ભાવ વધારાને લઈને ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે તેલ વડે બનાવવામાં આવતી વસ્તુઓના ભાવમાં પણ બેથી ત્રણ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.