ETV Bharat / city

રાજકોટના આ તબીબ કોરોનાના કારણે નથી રાખી શક્યા રોજા, નિભાવી રહ્યા છે ફરજ - Rajkot corona updaate

એક પાક મુસ્લિમ કેવો હોય, એનું કાબિલે તારીફ ઉદાહરણ બન્યા છે, કેન્સર હોસ્પિટલના કોરોના કેર સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજા. કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવવા માટે તેઓ આ વખતે પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાકી શક્યા નથી અને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

રાજકોટના આ તબીબ કોરોનાના કારણે નથી રાખી શક્યા રોજા, નિભાવી રહ્યા છે ફરજ

author img

By

Published : Apr 29, 2021, 7:09 PM IST

  • રાજકોટના તબીબનું માનવતાભર્યું કામ
  • પિતા કોરોનાગ્રસ્ત થયા હોવા છતા બજાવે છે ફરજ
  • ચાલુ વર્ષે રમઝાન માસ દરમિયાન રોજા પણ નથી રાખ્યા

રાજકોટ: મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ રમઝાન માસમાં પ્રત્યેક મુસ્લિમ બિરાદરની જેમ દર વર્ષે ડો. ઇલ્યાસ રોજા રાખતા હતા, પરંતુ આ વર્ષના રમઝાન માસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવાના કારણે તેઓ રોજા નથી રાખી શક્યા. ડો. ઇલ્યાસને રોજા ન કરી શકવાનો અફસોસ તો છે, પરંતુ અલ્લાહના દરબારમાં તે એડવાન્સમાં કબૂલ થઇ ચૂક્યા છે. કેમકે, તેઓ કોરોના વોર્ડમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.

તબીબના પિતા પણ થયા કોરોના સંક્રમિત

કોરોનાના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા ડો. ઇલ્યાસના પિતા પણ કોરોના સંક્રમિત છે. તેઓ ફોન પર પિતાજીના ખબર અંતર પૂછીને પોતાની ફરજો સંપૂર્ણ સમર્પિતભાવે અદા કરી રહ્યા છે. ડો. ઇલ્યાસના પિતા આમદભાઇ જુનેજા ગોંડલની નૂતન કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની કારકિર્દી પૂર્ણ કરીને નિવૃત્ત જીવન ગુજારે છે. જયારે એમ.એ. બી.એડ.ની ડીગ્રી ધરાવતા તેમના માતા રાબિયાબેન હાલ ગૃહિણી છે. સંકોચપૂર્વક પોતાની આ વિગતો આપતા ડો.ઇલ્યાસે જણાવ્યું હતું કે, હું એક સામાન્ય નાગરિક છું અને મારે ભાગે આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.