રાજકોટઃ રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં જબરદસ્ત વણાંક આવ્યો છે. શુક્રવારના રોજ જિલ્લા બેંકના ડાયરેક્ટર અને રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા દ્વારા પત્રકાર પરીષદ યોજીને રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીની તમામ 17 બેઠક બિનહરીફ જાહેર થઈ હોવાની જાણકારી આપી હતી.
અગાઉ જયેશ રાદડિયા પેનલના 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે તમામ બિનહરીફ હતી. પરંતુ બે બેઠક પર અસમંજસતા જોવા મળી હતી. જેને લઈને બેઠકોનો દોર શરૂ થયો હતો અને આ બેઠકો પરથી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એવા યગ્નેશ જોશી અને વિજય સખીયાને જયેશ રાદડીયા મનાવવામાં સફળ રહ્યા હતા અને બન્ને ઉમેદવારો ચૂંટણીમાંથી પોતાનું ફોર્મ પરત ખેંચશે તેવી માહિતી આપી હતી. જેને લઈને જિલ્લા સહકારી બેંકની તમામ 17 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.