રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઈબ્રાહીમ ગરાણા અને હુસેન જોખીયા નામના બંને ઈસમોને બાતમીના આધારે શહેરના જામનગર રોડ પર આવેલ એરપોર્ટ નજીકથી ઝડપી પાડ્યા છે. ગત્ 28 સપ્ટેમ્બરના રોજ રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમા અજાણ્યા ઈસમો દ્વારા તાળું તોડી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત અંદાજે 3 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. જેની તપાસ દરમિયાન ઘરફોડ ચોરી કરનાર ઈસમોની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, અગાઉ પણ આ બંને ઈસમોમાંથી એક ઈસમે જામનગર શહેરમાં પાંચ વખત ચોરીના આરોપમાં પોલીસ ચોપડે નોંધઆઈ ચુક્યો છે.