- પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે સમગ્ર દેશમાં કોંગ્રેસનો વિરોધ
- રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરાયો
- 10 જેટલા નેતાઓ, કાર્યકર્તાઓની અટકાયત
રાજકોટઃ ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના મોત મામલે દેશભરમાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશ ખાતે જઈને આ ઘટનાના વિરોધ કર્યો હતો. તે સમયે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને દેશભરમાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને લઈને દેશભરમાં કોંગી નેતાઓ દ્વારા ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ દ્વારા 10 જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકાને નોઈડા પોલીસે કર્યા મુક્ત, બન્ને દિલ્હી જવા રવાના
હાથમાં કાળી પટ્ટી ધારણ કરીને નોંધાવ્યો વિરોધ
પ્રિયંકા ગાંધીની અટકાયત કરતા દેશભરના કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન નરેશ સાગઠીયા સહિતના કોંગી નેતાઓ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે હાથમાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ ઉત્તરપ્રદેશન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તે સમયે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ કરતા કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ઇદગાહમાં આતંકવાદી હુમલો, બે શિક્ષકોની સ્કૂલમાં કરી હત્યા