રાજકોટ: રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને યુવી ક્લબ સંસ્થાના ચેરમેન એવા મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા (Rajkot Businessman Suicide) કરી છે. તેમણે પોતાની ઓફિસે દવા પીધા બાદ ગ્લેફ-5 ખાઈને આત્મહત્યા કરી છે. મહેન્દ્ર ફળદુ રાજકોટના ખૂબ જ જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમનું મૃત્યુ થતા તેમના સ્નેહીજનો, પરિવારના સભ્યો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Rajkot CP Extortion Money Case: રાજકોટ તોડકાંડ મામલે કાર્યવાહીથી અમને સંતોષ: સખીયા બંધુ
આત્મહત્યા પહેલા લખી સુસાઇડ નોટ
મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલાં સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જે મીડિયા મિત્રોને મોકલી હતી. આ સ્યૂસાઇડ નોટમાં તેમણે આપઘાત માટે રૂપિયા 33 કરોડનો ઉલ્લેખ કર્યો છે. તેમજ આ મામલે ઓઝોન ગ્રુપ અને અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ , અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આપઘાત કરતા શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. મહેન્દ્ર ફળદુએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી છે. જે મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Honey trap case: રાજકોટમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો, એક મહિલા સહિત ત્રણની ધરપકડ
મહેન્દ્ર ફળદુએ પાર્ટનર સાથે મળી ખરીદી હતી જમીન
મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના પાર્ટનર સાથે મળીને અમદાવાદ જિલ્લાના બલદાણા ખાતે જમીન ખરીદી હતી. તેમજ આ જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’ના નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા હતા. આ જમીન બાબતે બાબતે ઓઝોન કંપની, કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદવિવાદ ચાલતા હતા. જેના કારણે આજે સવારે મહેન્દ્ર ફળદુએ પોતાની 150 ફૂટ પર આવેલ ઓફિસે દવા પીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે.