રાજકોટ: કાલાવડ રોડ પર આવેલ કે.કે.વી ચોક નજીક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ BRTS બસ અને અન્ય વાહનો એક સાથે પસાર થયા હતા.
આ દરમિયાન BRTS બસની બ્રેક ન લાગતા એક કાર તેની અડફેટે આવી હતી અને અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ ઘટનામાં બસ ચાલકનું ધ્યાન પણ મોબાઈલમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે પણ એસટી બસની બ્રેક ન લાગવાના કારણે રાજકોટના ઢેબર રોડ નજીક બેથી ત્રણ વાહનો બસની અડફેટે આવ્યા હતા અને વાહનોમાં નુકશાન થયું હતું.