દુષ્કર્મ કરનાર ઈસમનું બાઈક ઝાડીઓમાં અટવાઈ જતા તે બાળકીને અવાવરું જગ્યાએ મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે, શહેરમાં બાળકીના અપહરણની ઘટના વાયુ વેગે ફેલાતા રાજકોટ પોલીસે શહેરમાં નાકાબંધી કરી હતી. આ બાળકી સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસે અપહરણના બીજા દિવસે જ આરોપી બાબુ બાંભવાને ઝડપી પાડ્યો હતો. જેને આજે ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. પોલીસ આરોપીનું પંચનામું કરતી હતી તે દરમિયાન સ્થાનિકોએ પણ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.