- કોરોનાની બીજી લહેરમાં રાજકોટમાં કેસો ખુબ જ વધ્યા
- રાજકોટ ભાજપના તમામ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 5 લાખ અપાશે
- 68 કોર્પોરેટરની રૂપિયા 5 લાખ ગ્રાન્ટ મુજબ રૂપિયા 3.40 કરોડ ફાળવાશે
રાજકોટઃ હાલમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો ખુબ જ વધ્યા છે. આ કોરોનાની મહામારીમાં રાજકોટ મનપાના શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા મદદરૂપ થવાના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને પગલે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપ કોર્પોરેટરોએ સને 2021- 22માં વિકાસ કામો માટે મળવાપાત્ર ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખ કોવિડ અંતર્ગત ફાળવવાનો નિર્ણય કરાયો છે. શાસક પક્ષના 68 કોર્પોરેટરની રૂપિયા 5 લાખ ગ્રાન્ટ મુજબ રૂપિયા 3.40 કરોડ ફાળવવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરોએ વિસ્તારમાં કોરોના સામે લડવા રૂપિયા 10 લાખની ફાળવી ગ્રાન્ટ
મેડિકલ સાધનો અને દવાઓની ખરીદી કરવામાં આવશે
કોર્પોરેટરની આ ગ્રાન્ટમાંથી કોર્પોરેશનની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કીટ ઇન્સ્ટોલમેન્ટ કરવું તેમજ આરોગ્ય કેન્દ્રમાં જુદા જુદા ટેસ્ટ જેમ કે, ડી-ડાઈમર, સી.આર.પી., સેલ કાઉન્ટ, એલ.ડી.એફ, ફેરીટીન, વગેરે ટેસ્ટિંગ માટેના મશીન મૂકવા, ઉપરાંત આગામી સમયમાં કોવિડ રિલેટેડ દવા ખરીદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પણ રાજકોટ કોંગ્રેસના ચાર કોર્પોરેટરોએ રૂપિયા 10ની ગ્રાન્ટ પોતાના વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે ફાળવી હતી.