ETV Bharat / city

rajkot aiims director said to: ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે - Omicron acts as a vaccine in body

રાજ્યની એકમાત્ર એઇમ્સ હોસ્પિટલ રાજકોટ(Aiims Hospital Rajkot) માં શરૂ થઈ ગઈ છે, હજુ એઇમ્સનું તમામ કામ પૂર્ણ થયું નથી પરંતુ હાલ માત્ર OPD સેવા જ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એઇમ્સનું કામ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં(AIIMS will be inaugurated by Prime Minister) આવશે, જ્યારે હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને એમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ એવા ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર(Director of Rajkot AIIMS) પ્રો. સી.ડી.એસ કચોટે આ અંગે મહત્વનું નિવેદન(Statement of Director of Rajkot AIIMS) આપ્યું છે.

ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે
ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે
author img

By

Published : Jan 5, 2022, 3:44 PM IST

રાજકોટ : રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર(Director of Rajkot AIIMS) પ્રો. સી.ડી.એસ કચોટે કોરોના અંગે નિવેદન(Statement of Director of Rajkot AIIMS) આપતા જણાવ્યું હતું કે, જ્યારે હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં અગાઉ ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો હતો જે ખૂબ જ ઘાતક હતો, હવે ઓમિક્રોન આવ્યો છે જો કે ઓમિક્રોન એટલો બધો ઘાતક સાબિત થયો નથી, જ્યારે તેના કારણે વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યો છે, જે દર્દીને ઓમિક્રોન થશે તેના શરીરમાં ઓમિક્રોન એન્ટીબોડી બનાવશે.

ઓમિક્રોન શરીરમાં વેક્સિનનું કામ કરી રહ્યું છે

એઇમ્સ ખાતે OPD સેવા કરવામાં આવી શરૂ

રાજકોટના જામનગર રોડ પર એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે આ એઇમ્સનું કામ સંપૂર્ણ પૂર્ણ થયું નથી, પરંતુ મેઈન બિલ્ડીંગ બનતા અહીં OPD સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ વિભાગમાં વિવિધ બિમારીઓની સારવાર દર્દીઓ કરાવી શકશે. જ્યારે આગામી વર્ષ 2023માં સંપૂર્ણ એઇમ્સ તૈયાર થવાની શક્યતાઓ છે. જ્યારે એઇમ્સ સંપૂર્ણ બની જશે ત્યારે તમામ મોટા મોટા રોગોની સારવાર ખૂબ જ ઓછા ખર્ચમાં થશે.

આ પણ વાંચો : Omicron Variant In Rajkot : ઓમીક્રોન વધશે તો રાજકોટ AIIMSમાં પણ સારવાર શરૂ કરાશે

આ પણ વાંચો : મનસુખ માંડવિયાએ દિલ્હી એમ્સના તંત્ર પર ઉઠાવ્યા સવાલો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.