ETV Bharat / city

રાજકોટ આમ આદમી પાર્ટીના 32 હોદેદારોની કરાઈ નિમણૂક

આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટના 32 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ પટેલને રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, મહાપ્રધાન, સંગઠન પ્રધાન, સહિતના અલગ-અલગ વિભાગના પ્રમુખોની નિમણુક કરી છે.

રાજકોટ આમ આદમી પાર્ટીના 32 હોદેદારોની કરાઈ નિમણૂક
રાજકોટ આમ આદમી પાર્ટીના 32 હોદેદારોની કરાઈ નિમણૂક
author img

By

Published : Jun 14, 2021, 1:32 PM IST

  • રાજકોટમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 32 જેટલા હોદ્દેદારોની વરણી
  • આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા
  • 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ આમ આદમી પાર્ટી અત્યારથી જ સક્રિય

રાજકોટ: આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રીજો પક્ષ સક્રિય થયો છે. રાજ્યના તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ આમ આદમી પાર્ટી અત્યારથી જ સક્રિય થઇ છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 32 જેટલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

શિવલાલ પટેલને શહેર પ્રમુખ બનાવાયા

આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટના 32 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ પટેલને રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, મહાપ્રધાન, સંગઠન પ્રધાન, સહિતના અલગ-અલગ વિભાગના પ્રમુખોની નિમણુક કરી છે. આ અગાઉ રાજકોટમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પૂર્વ કોર્પોરેટર રાજભા ઝાલા હતા. જેમને હાલ આપ દ્વારા પ્રદેશમાં સ્થાન આપવામાં આવતા રાજકોટ શહેર પ્રમુખની જવાબદારી હવે શિવલાલ પટેલ પર આવી છે.

આ પણ વાંચો: પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોગ્રેસમાં જોડાયા

મનપાની ચૂંટણીમાં એક પણ બેઠક પર જીત નહીં

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72 બેઠક પર 72 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ ન હતી. ત્યારે આગામી દિવસોમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના 32 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે કહી શકાય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ત્રીજો પક્ષ આપ હવે ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી લડવા આમ આદમી પાર્ટી તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.