ETV Bharat / city

રેલવે સ્ટેશન બન્યું રણમેદાન, RPF જવાનોએ રિક્ષાચાલકને ઢસડીને ધોલાઈ કરી - રાજકોટ ક્રાઈમ ન્યૂઝ

રાજકોટના રેલવે સ્ટેશનમાં (Rajkot Railway Station) મારામારી અને ધમાલના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા (Railway Police Force fight with Rickshaw Driver) હતા. અહીં 2 પોલીસકર્મીઓએ ભેગા મળીને એક રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો. જોકે આ બંને જવાન રિક્ષાચાલકને માર મારતા વીડિયો પણ સામે આવ્યા હતા.

રાજકોટ રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન, RPF જવાનોએ રિક્ષાચાલકને ઢસડીને માર મારતા વીડિયો આવ્યા સામે

author img

By

Published : Oct 17, 2022, 12:19 PM IST

રાજકોટ શહેરનું રેલવે સ્ટેશન (Rajkot Railway Station) યુદ્ધનું મેદાન બન્યું હતું. અહીં મારામારી અને ધમાલના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં 2 પોલીસકર્મીઓએ એક રિક્ષાચાલકને ઢસડીને માર માર્યો હતો. આ અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે, 2 પોલીસકર્મીઓ રિક્ષાચાલકને (Railway Police Force fight with Rickshaw Driver) માર મારી રહ્યા છે. ત્યારબાદ અહીં મોટી સંખ્યામાં અન્ય રિક્ષાચાલકો પણ ભેગા થઈ ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ બંને પોલીસવાળાએ દારૂ પીધો છે અને રિક્ષાચાલકને માર મારે છે ત્યારે સાથી પોલીસ કર્મચારીઓએ રોકતા કપડા ફાડી ઝપાઝપી કરી હતી. મારામારી કરનારા આ બંને પોલીસકર્મી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હોવાનું સામે આવ્યું (Rajkot Crime News) હતું.

વીડિયો આવ્યા સામે આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો મુજબ, એક પોલીસકર્મી રિક્ષાચાલકને (Railway Police Force fight with Rickshaw Driver) પોતાના ખભા પર ઊંચકીને જઈ રહ્યો છે. જ્યારે બીજા કર્મીનો ફોન પડી જાય છે, જેમાં આ ધમાલનો વીડિયો લોકો ઉતારી રહ્યા હોવાથી પોલીસકર્મી બોલે છે કે, વીડિયો ઉતારો વાંધો નહીં બાદમાં પોલીસકર્મી અપશબ્દો પણ બોલે છે. ત્યારે એક વ્યક્તિ બોલે છે કે, આ પોલીસ દારૂ પીને રિક્ષાચાલકને મારે છે. તો પોલીસ કર્મી પણ જવાબ આપતા કહે છે કે, હા દારૂ પીને મારું છું.

RPF જવાનો નશામાં ધૂત હોવાનો રિક્ષાચાલકોનો આક્ષેપ

પોલીસકર્મીઓએ અપશબ્દો કહ્યા હોવાનો આક્ષેપ આ ઘટનામાં બંને પોલીસકર્મી રિક્ષાચાલકને લઈ જાય છે. ત્યારે રિક્ષાચાલક બચવા માટે રોકાઈ જાય છે અને જમીન પર સૂઈ જાય છે. ત્યારે એક પોલીસકર્મી અપશબ્દો બોલે છે. બાદમાં બંને પોલીસકર્મી રિક્ષાચાલકનો હાથ પકડી તેને ઢસડીને લઈ જવાનો પ્રયાસ કરે છે. છતાં રિક્ષાચાલક પોલીસને દાદ દેતો નથી, જેથી બાદમાં અન્ય પોલીસકર્મી આવે છે અને ત્રણેય રિક્ષાચાલકને ઢસડી લઈ જાય છે તેવા દ્રશ્યો જોવા હતા.

રિક્ષાચાલક પૂર્વ RPF જવાન હતો આ ઘટના અંગે RPFના ડિવિઝનલ હેડ વનકુમાર શ્રીવાસ્તવે (Railway Police Force) જણાવ્યું હતું કે, જે વીડિયો વાઇરલ થયો છે. તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ ઘટના કેદ થઈ છે. ત્યારે જે આરોપી રહેશે તેની સામે પગલાં લેવામાં આવશે. આ રિક્ષાચાલકનું નામ પ્રેમજી પોલાજીભાઈ હોવાનું સામે આવ્યું છે. તેમ જ તેઓ પહેલા RPFમાં પહેલા ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. ભૂતકાળમાં તેઓ અમદાવાદમાં ફરજ બજાવતા હોવાની વિગતો સામે આવી છે, જેમાં તેઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને સ્ટાફ સાથે પણ મારપીટ કરતા હતા. તેમ જ ગેરકાયદેસર દારૂ લાવતા હોવાનો પણ આક્ષેપ હતો. તેઓ RPFનું નામ બદનામ કરતા હોવાથી તેને ફરજમુક્ત કરાયા હતા. તેમને 7થી 8 વર્ષ પહેલા રિટાયર કરવામાં આવ્યા હતા. ત્યારે એક વર્ષ પહેલા તેમના જ સ્ટાફના કર્મચારીની આંગળી કાપી નાખી હતી.

રિક્ષાચાલક પર ગંભીર આક્ષેપ વનકુમાર શ્રીવાસ્તવે (Railway Police Force) વધુમાં જણાવ્યું હતું કે, રિક્ષાચાલક અગાઉ અમારા કર્મચારીની એક આંગળી દાંતથી કાપી નાખી હતી. તેમ જ શરીર પર પણ દાંત બેસાડી દીધા હતા. આ કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે આ વ્યક્તિની ગેરપ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં અનેક પ્રકારની ગેરપ્રવૃત્તિ સામે આવી હતી. ત્યારે રિક્ષાચાલકે રેલવે સ્ટેશનમાં (Rajkot Railway Station) નિયમનો ભંગ કરી રિક્ષા ઉભી રાખી હતી અને બાદમાં અમારા સ્ટાફને અપશબ્દો કહ્યા હતા અને વર્દી ફાડી નાખી હતી. જોકે, રિક્ષા ચાલકે પોતાના કપડા ફાડી એવો દેખાવો કર્યો હતો કે, પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો હવે આ વીડિયોની તપાસ કરવામાં આવશે.

RPF જવાનોએ દારૂ પીધો હશે તો થશે કાર્યવાહી રિક્ષાચાલકનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને બાદમાં કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. વનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, RPF સ્ટાફમાંથી કોઈએ દારૂ પીધો હોય તેવું કોઈ સામે આવ્યું નથી. તેમ છતાં સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે, જેમાં જો રિપોર્ટમાં નશાયુક્ત પ્રવાહી લેવામાં આવ્યું હોય તેવું આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

રિક્ષાચાલકના પૂત્રના ગંભીર આક્ષેપ આ ઘટના બાદ રિક્ષાચાલકના પૂત્ર અનિલ ઓડેસાએ જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારે હું હાજર નહતો, પરંતુ પોતાની નોકરી પર હતો. તે દરમિયાન ફોન આવ્યો હતો કે, તેમના પપ્પાને RPFના જવાનોએ દારૂ પીને ઢોર માર્યો છે. આથી અનીલ ત્યાં તુરંત દોડી આવ્યો હતો અને એક વાગ્યાની ઘટનામાં 4 વાગ્યા સુધી પણ કોઈ કાર્યવાહી થઈ નથી તેવું જણાવ્યું હતું. આ બાબતે અનીલને એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમના પપ્પાએ નોપાર્કિંગમાં રિક્ષા રાખી હતી. આથી RPF જવાનોએ ઢોર માર માર્યો હતો. ત્યારે સવાલ એ પણ થાય છે કે, નો પાર્કિંગની બાબતમાં ઢોર માર મારવો (Railway Police Force fight with Rickshaw Driver) કે કયા પ્રકારનો નિયમ છે અને આ પ્રકારની મારામારી કરવાની મંજૂરી કે છૂટછાટ કોને આપી તે અંગે પણ ચર્ચાઓ થવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.