ETV Bharat / city

કોવિડ-19 અંતર્ગત 1 ઓગષ્ટ સુધી રાજકોટ કલેક્ટરે બજારી કરેલા પ્રતિબંધાત્મક હુકમ - Rajkot city news

કોરોના મહામારીને અટકાવવા માટે 1 ઓગષ્ટ સવારના 6 કલાક સુધી રાજકોટ કલેક્ટર (rajkot collector) અને જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ હુકમો જારી કર્યા છે.

Rj
Rj
author img

By

Published : Jul 21, 2021, 10:56 PM IST

આયોજનોમાં વિશાળ સંખ્યામાં લોકોએ એકત્ર થવું નહીં.

કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થનારા વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે

તમામ વ્યક્તિઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે

રાજકોટ: કોરોના મહામારીને અટકાવવા માટે 1 ઓગષ્ટ સવારના 6 કલાક સુધી રાજકોટ કલેક્ટર (rajkot collector) અને જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ હુકમો જારી કર્યા છે.

ચાર કે તેથી વધુ લોકોએ કોઇપણ જગ્યાએ એકત્ર થવું નહીં

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સત્તાધિકારીની પૂર્વ પરવનાગી સિવાય ચાર કે તેથી વધુ લોકોએ અનધિકૃત/ગેરકાયદે કોઇપણ જગ્યાએ એકત્ર થવું નહીં તેમજ જાહેર સ્થળોએ પુર્વ પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન કે કોઇપણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તેવા આયોજનો કરવા નહીં. આવા આયોજનોમાં વિશાળ સંખ્યામાં લોકોએ એકત્ર થવું નહીં. સરકારી કચેરી, જેલો કે તેની આસપાસના વિસ્તારમાં કે અન્ય જાહેર માર્ગ, રાજ માર્ગો, શેરીઓ ગલીઓમાં આંદોલનો કે ધરણા કરવા નહીં. કન્ટેન્મેનટ ઝોન જાહેર કરેલા વિસ્તાર કે ભવિષ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થનારા વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. બાકીની પ્રવૃતિ બંધ રહેશે.

તમામ દુકાન ધારકોએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે

તમામ દુકાનો, વ્યાપારીક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, અઠવાડીક ગુજરી/બજાર, હાટ તેમજ વ્યાપારીક ગતિવિધીઓ ચાલુ રાખી શકાશે. પરંતુ, તમામ માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહી. જીમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે તથા માલીકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા જીમ ચાલુ રાખી શકાશે નહીં. લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં 15પ વ્‍યક્તિઓની મંજુરી રહેશે. લગ્‍ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 40 વ્‍યક્તિઓની મંજુરી

અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 40 વ્‍યક્તિઓની મંજુરી રહેશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના 9 કલાક સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના રાજકિય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓમાં ખુલ્લામાં મહતમ 200 વ્યકતિઓ પરંતુ, બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા (200 થી વધુ નહી) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. 60 ટકા ક્ષમતા સાથે જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ/ સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ/ સંકુલમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે. વાંચનાલયો વોટરપાર્ક, સ્વિમંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

બસ ટ્રાન્‍સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ

પબ્‍લિક તથા પ્રાઇવેટ નોન એસી બસ ટ્રાન્‍સપોર્ટ મહતમ 100 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રવાસીઓ ઉભા રહી બસ પ્રવાસ કરી શકશે નહીં. નોન એસી બસ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ સેવાઓને કર્ફયુમાંથી મુકિત અપાઇ છે. 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. તમામ ડ્રાઇવર-કંડકટરોએ અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા પ્રવાસીઓને સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ લાગુ પડશે. ઔદ્યોગીક અને વાણિજય એકમો, કાર્યસ્થળો, કચેરીઓએ કામ/વયવસાયના કલાકો અલગ-અલગ રાખવાના રહેશે. શકય હોય તો વર્ક ફ્રોમ હોમનો સિધ્ધાંત અનુસરવો, જાહેર સ્થળોએ પાન, ગુટખા, તમાકુનું સેવન કરી શકાશે નહીં. તથા જાહેર સ્થળોએ કે દુકાને કમસે કમ 6 ફુટનું અંતર જાળવવાનું રહેશે.

આ પણ વાંચો: રાજકોટ કલેક્ટર કચેરીમાં 24 કલાક રેમડેસીવીર કંટ્રોલ રૂમ કાર્યરત

કોચીંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે બેચ વાઇઝ શરૂ

ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે બેચ વાઇઝ ચાલુ રાખી શકાશે. તેઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-19 અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય / રાજય સરકારના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.