ETV Bharat / city

રાજકોટ મધ્યસ્થ જેલમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, એક કેદીનું મોત-એક હૉસ્પિટલમાં દાખલ - Rajkot Civil Hospital

રાજકોટ મધ્યસ્થ (Rajkot Central Jail) જેલમાં મચ્છરજન્ય રાગચાળા (Mosquito epidemic)નો કહેર વધ્યો છે. આ દરમિયાન રાજકોટ (Rajkot) મધ્યસ્થ જેલના 2 કેદીઓને સારવાર માટે રાજકોટ સિવિલ હસ્પિટલ (Rajkot Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક કેદીનું મોત થયું છે, જ્યારે બીજો કેદી સારવાર હેઠળ (Under Treatment) છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, એક કેદીનું મોત-એક હૉસ્પિટલમાં દાખલ

author img

By

Published : Nov 18, 2021, 4:12 PM IST

  • મધ્યસ્થ જેલના કેદીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા
  • મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું
  • 2 કેદીઓને 16 તારીખે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

રાજકોટઃ દિવાળી (Diwali) બાદ મચ્છરજન્ય રોગચાળા (Mosquito epidemic)માં વધારો થયો છે, ત્યારે હવે મચ્છરજન્ય રોગચાળો રાજકોટ મધ્યસ્થ જેલ (Rajkot Central Jail) સુધી પહોંચ્યો છે. રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ (Prisoners of Rajkot Central Jail)ને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક કેદીનું મોત થયું છે. આ કેદીનું મોત મેલેરિયા (Malaria)ની સારવાર દરમિયાન થયું હોવાનું હૉસ્પિટલ (Hospital)ના ડૉક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

2 કેદીઓને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ ઉપરાંત બીજો દર્દી હજુ પણ સારવારમાં છે. રાજકોટ જેલ (Rajkot Jail)ના કેદીનું મેલેરિયાના કારણે મોત થવાને લઈને જેલ પ્રશાસન (Prison administration) પણ સક્રિય થયું છે, જ્યારે આ મૃતક કેદી મૂળ રાજસ્થાન (Rajasthan)નો વતની છે અને તે એક કાચા કામનો કેદી હતો. હાલ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મધ્યસ્થ જેલના 2 કેદીઓને ગત તારીખ 16 નવમ્બરના રોજ રાજકોટ સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા.

નીતિશનું મોત થતાં જેલ તંત્રમાં દોડધામ

24 વર્ષીય નીતિશકુમાર મહેશકુમાર જાનંડ અને 21 વર્ષના તેજસ ભરતભાઇ સેરસાની છેલ્લા 2 દિવસથી રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એવામાં આજે અચાનક મૂળ રાજસ્થાનના વતની અને જેતપુરમાં લૂંટના ગુનામાં ઝડપાયેલા નીતિશનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈને જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. હાલ મૃતક મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સારવાર દરમિયાન મેલેરિયા હોવાનું જાણવા મળ્યું

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં 2 કેદીઓને સારવાર આપવામાં આવી રહી હતી, જેમાં નીતિશને મેલેરિયા થયો હોવાનું સામે આવતા સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ આજે અચાનક નીતિશનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે જેલના કેદીનું સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પ્રદ્યુમન નગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નીતિશ સહિત 6 જેટલા શખ્સોની જેતપુર પોલીસ દ્વારા લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: vaccination in Gujarat: ગુજરાતમાં હજુ 1.02 કરોડ નાગરિકોએ નથી લીધી વેક્સિન, સરકાર હવે ઘરે ઘરે જઈને આપશે રસી

આ પણ વાંચો: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મગફળી ખરીદી બે દિવસ બંધ રખાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.