- રાજકોટના જસદણમાં શૈક્ષણિક ભવનનો લોકાર્પણ કાર્યક્રમ (Inauguration program of educational building in Jasdan) યોજાયો
- કાર્યક્રમમાં પાટીદાર અગ્રણીઓ અને ધર્મગુરુ (Patidar leaders and gurus) રહ્યા ઉપસ્થિત
- લોકાર્પણમાં BAPSના અપૂર્વમુની સ્વામી (Apurvamuni Swami of BAPS) રહ્યા ઉપસ્થિત
- જય સરદાર ફક્ત બોલો નહીં, શાકાહારી બનોઃ અપૂર્વમુની સ્વામી
- પાટીદાર સમાજે રાજકીય અને સામાજિક રીતે સંગઠિત થવું જોઈએ: હાર્દિક પટેલ (Hardik Patel)
રાજકોટઃ જિલ્લાના જસદણમાં એક શૈક્ષણિક ભવનના લોકાર્પણનો કાર્યક્રમ (Dedication program of an educational building in Jasdan) યોજાયો હતો, જેમાં ગુજરાતના પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. તો અહીં પાટીદાર નેતાઓના ભાષણથી ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટના અપૂર્વમુની સ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા અને પાટીદારોએ નોનવેજનો ત્યાગ કરી દેવો જોઈએ અને ઈંડાની લારીએ ઉભું ન રહેવું જોઈએ.
આ પણ વાંચો- ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં, રાજ્યસભાની ટીકિટના અભરખાનો આક્ષેપ
જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો તો પાવર જનરેટ થશે: અપૂર્વમુની સ્વામી
આ જસદણના કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટના અપૂર્વમુની સ્વામીએ (BAPS Apoorvamuni Swami of Swaminarayan Temple Rajkot) કહ્યું હતું કે, સરદારનું માથું શરમથી ઝૂકી જાય તેવું ન કરતા. પાટીદાર વ્યસની ન હોવો જોઈએ. બહુ હિંમત કરીને બોલું છું. કારણ કે, મને ખબર છે કેટલાકને નહીં ગમે, પરંતુ હું BAPS સ્વામિનારાયણનો હિન્દુ સંત છું. તેમણે સવાલ કર્યા કે, પાટીદાર માંસ કેમ ખાય છે? સરદાર ખાતા હતા? જય સરદાર ખાલી બોલો નહીં, શાકાહારી બનો તો પાવર જનરેટ થશે.
આ પણ વાંચો- મોરબીમાં Hardik Patel એ પ્રધાન બ્રિજેશ મેરજાની ટીકા કરી
નરેશ પટેલે ફરી પાટીદાર રાગ આલાપ્યો
તો આ તરફ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશ પટેલે (Khodaldham Trust Kagwad President Naresh Patel) પોતે ભૂતકાળમાં પણ કહ્યા મુજબ ફરી પાટીદાર રાગ આલાપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરપંચથી લઈને સાંસદ અને ક્લાર્કથી લઈને કલેકટર સુધી પાટીદાર જ પાટીદાર હોવા જોઈએ તેવું કહ્યું હતું. તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાની અપીલ કરી હતી. આ ઉપરાંત લાલજી પટેલ (Lalji Patel), ગીતા પટેલ (Geeta Patel) સહિત અન્ય આગેવાનોએ પાટીદારો પરના કેસ પરત ખેંચવા જરૂરી પ્રયાસો કરવા તેમના ભાષણમાં કહ્યું હતું.