ETV Bharat / city

રાજકોટની હોટેલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં પોલીસે નોંધી ફરિયાદ - Latest news of Rajkot

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઇમ્પિરિયલ હોટલના એક રૂમમાં યુવતી દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો હોય તેવો વીડિયો ગુરુવારે વાયરલ થયો હતો. જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે વીડિયોને લઈને એ ડિવિઝન પોલીસ મથકમાં પણ જાણવા જોગ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. તેમજ હાલ રાજકોટ પોલીસ દ્વારા આ હોટેલના સ્ટાફની પૂછપરછ જ કરવામાં આવી રહી છે. આ સાથે જ હોટેલમાં લગાવામાં આવેલ CCTV અને હોટલમાં આવતા લોકોના રજિસ્ટ્રેશનના આધારે પોલીસ ધીમે ધીમે આ સમગ્ર મામલે આગળ વધી રહી છે. રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતા મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Latest news of Rajkot
Latest news of Rajkot
author img

By

Published : Oct 1, 2021, 10:28 PM IST

  • રાજકોટમાં હોટેલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો
  • પોલીસે નોંધી ફરિયાદ
  • વીડિયોમાં યુવતી કરી રહી હતી અશ્લીલ ડાન્સ

રાજકોટ: ઇમ્પિરિયલ હોટલના રૂમમાં એક યુવતી અશ્લીલ ડાન્સ કરી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો હોટલની સામેની બિલ્ડિંગમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઉતારવામાં આવ્યો છે. વીડિયો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, આ હોટેલ રાજકોટની ઈમ્પિરીયલ પેલેસ હોટેલ છે. વીડિયો વાયરલની ઘટના સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે હોટેલમાં પહોંચી હતી અને હોટેલ સ્ટાફનું આ મામલે નિવેદન લેવાનું શરૂ કર્યું હતું. આજે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. જેને લઇને પોલીસ દ્વારા હવે આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટની હોટેલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં પોલીસે નોંધી ફરિયાદ

આ પણ વાંચો: ગ્રામીણ લોકો સાથે કેન્દ્રીય પ્રધાનનો ડાન્સ જોઇ PM મોદીએ આપ્યું રિએક્શન, વિડીયો કર્યો શેર

એક અઠવાડિયા ઓ ડેટા પોલીસે કર્યો કબ્જે

રાજકોટમાં યુવતીનાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. જે મુદ્દે રાજકોટ DCP મનોહરસિંહ જાડેજા દ્વારા શુક્રવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે આ વીડિયો રાજકોટની હોટલનો હોવાનું જણાવ્યું હતું. જોકે આ પ્રકારની ઘટના કેવી રીતે બની તેમજ આ વીડિયો કોના દ્વારા ઉતારવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે. તે તમામ બાબતોને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા પણ એક અઠવાડિયાનો CCTV કેમેરા સહિતનો ડેટા પણ હોટલમાંથી કબજે કરવામાં આવ્યો છે. હાલ આ ડેટાની ચકાસણી પોલીસ દ્વારા થઈ રહી છે. ડેટા પરથી પોલીસને હોટેલમાં કોણ કોણ રોકાયું હતું, આવ્યું હતું તે સમગ્ર બાબતની માહિતી મળી શકે છે.

આ પણ વાંચો: Nora Fatehi: ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ મૂવ્ઝ, વિઝકિડના 'વન ડાન્સ' પર લગાવ્યા ઠુમકા

પાર્ટી યોજી હતી કે કેમ તે બાબતે પણ થશે તપાસ

રાજકોટની ઇમપિરિયલ હોટેલમાં અશ્લીલ ડાન્સનો વીડિયોનો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ યોજવામાં આવી રહી છે. ત્યારે એવી પણ વાત સામે આવી છે કે, હોટેલમાં બહારથી યુવતીઓને બોલાવીને પાર્ટીઓ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ હોટેલમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ છે કે કેમ તે તમામ બાબતોને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. આ યુવતી કોણ હતી અને આ ઘટનામાં પાર્ટી યોજવામાં આવી હતી કે સમગ્ર બાબત શું છે જેને લઇને પોલીસ આગામી દિવસોમાં વધુ તપાસ બાદ ખુલાસો કરશે.

  • રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના નાના મૌવા રોડ પર આવેલી મહાત્મા ગાંધી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટ NSUI દ્વારા વીડિયો મામલે શાળાના આચાર્યને રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીને માર મારતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
  • સાઉથ દિલ્હીની એક રેસ્ટોરાંમાં એક મહિલાએ પ્રવેશ કરવા દીધો નહીં, કારણ કે તેણે સાડી પહેરી હતી. મહિલાની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.