ETV Bharat / city

કાર ચાલકે બે યુવાનને 15 ફૂટ ફંગોળાતા લોહી લુહાણ પડ્યા - accident death rate in india

રાજકોટ જિલ્લામાં મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. શું હતો સમગ્ર મામલો જૂઓ. two youths death accident case in Gondal, Accident rate in Gujarat, Car bike accident in Gondal.

કાર ચાલકે બે યુવાનને 15 ફૂટ ફંગોળાતા લોહી લુહાણ પડ્યા

author img

By

Published : Aug 31, 2022, 3:45 PM IST

રાજકોટ ગોંડલ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના (Accident case in Gondal) બનતા ચકચાર મચી છે. જેમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લેતા બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે. કારે બાઇકને અડફેટે લઈને (Car bike accident in Gondal) આ યુવાનો 15 ફૂટ રોડ ઢસડાયા હતા. જેમાં ગંભીર ઇજાને કારણે બન્નેનાં કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યા છે. આ યુવાનોના મૃત્યુ હાલ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ બનાવ સ્થળે પોલીસ પણ હાજર થઈ ગઈ હતી.

રાજકોટમાં રાત્રે થયેલા અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુ

શું હતી ઘટના ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આવેલી પાઉભાજીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સંતોષ રાવ(18 વર્ષીય) અને સુનિલકુમાર વર્મા(20 વર્ષિય) બન્ને ગઈકાલે મધરાત્રે બેથી અઢી વાગ્યે દુકાનેથી કામ પૂરું કરી પરત ઘરે જતા હતા. ત્યારે દુકાનથી થોડે દૂર પહોંચતા ગોંડલ રોડ પરથી પૂર ઝડપે આવી રહેલી આઈ-20 કારના ચાલકે બન્ને યુવકને ઠોકરે લેતા બંને 15 ફૂટ સુધી ફંગોળાયા હતા. તેમજ અકસ્માતની ઘટનાથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા. તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક સહિત ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.

હિટ એન્ડ રનની ઘટના
હિટ એન્ડ રનની ઘટના

બન્ને યુવકો લોહીલૂહાણ ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી બાદ 108ને જાણ કરી હતી. બાદમાં બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બનતાં જ મોટી (Accident case in Rajkot) સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને કાર ચાલક સામે રોષ ઠાલવી રહ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માત એવો ગંભીર હતો કે બન્નેને કારે અડફેટે લેતા 15 ફૂટ સુધી ફંગોળાયા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્ને યુવકો લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. કાર રેઢી મૂકીને પલાયન થઈ ગયા હતા. બન્નેને મૃત્યુથી વતનમાં રહેતા તેમના પરિવારને સમગ્ર હકીકત અને જાણ કરવામાં આવતા અરેરાટી મચી ગઇ છે.

કાર બાઈક અકસ્માત
કાર બાઈક અકસ્માત

આ પણ વાંચો કર્ણાટકમાં ટોલ પ્લાઝા સાથે બસ અથડાઈ, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

કારના કચ્ચરઘાણ અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. કારની સ્પીડ એટલી હતી કે રોડની સાઇડમાં ઊભા વીજ ટ્રાન્સફોર્મરને પણ ત્રાસું નાખ્યું હતું. જો વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થાત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ વીજ ટ્રાન્સફોર્મર ત્રાસું જ થયું હતું. આજે સવારે PGVCLની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વીજ ટ્રાન્સફોર્મરને રિપેર કરવાની કામગીરી તેણે હાથ ધરી હતી.

આ પણ વાંચો યુવકે એવું તે શું કર્યું કે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો

પરિવાર શોકમાં આ અકસ્માતમાં મૃત્યુ પામેલાનું નામ સંતોષ અને સુનીલ છે. સુનિલ બે ભાઈમાં મોટો અને તેમના ત્રણેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. સુનિલના મૃત્યુથી નવોઢા વિધવા બની ગઈ છે. તેમજ સંતોષ ત્રણ ભાઈમાં નાનો હતો જે પાઉભાજીની દુકાને કામ કરતો હોવાનું જણાવ્યું હતું, ત્યારે હાલ બન્નેના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. two youths death accident case in Gondal, Hit and run case Rajkot Gondal Road, Accident rate in Gujarat, accident death rate in india

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.