- રાજકોટ શિવાનંદ હોસ્પિટલ આંગકાંડ મામલે NCP કાર્યકર્તાઓ પહોંચ્યા હોસ્પિટલ
- કોઈ પ્રદર્શન કાર્યક્રમ યોજે તે પહેલા પોલીસ પણ પહોંચી હોસ્પિટલ
- NCP નેતા રેશમાં પટેલ સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
રાજકોટઃ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં 5 દર્દીઓના ભોગ લેવાયા હતાં. ત્યારે શુક્રવારે NCP નેતા રેશમાં પટેલ સહિત કાર્યકર્તાઓ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયરસેફટીના સાધનો મુદ્દે રિયાલિટી ચેક કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને લઈને NCP નેતા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમજ કોઈ કાર્યક્રમ યોજે તે પહેલાં જ રેશમાં પટેલ સહિતના NCP કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત કાર્યક્રમ દરમિયાન સર્જાયા ઝપાઝપીના દ્રશ્યોસિવિલ હોસ્પિટલમાં પોલીસ દ્વારા રેશમાં પટેલ સહિતના NCPના કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરે અથવા કોઈ કાર્યક્રમ યોજે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જે દરમિયાન રેશમાં પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. રેશમાં પટેલે કહ્યું હતું કે, અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અમારી રજૂઆત સાંભળવી પડે. રેશમા પટેલ સિવાયના અન્ય કાર્યકર્તાઓની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.રાજકોટમાં NCP નેતા રેશમાં પટેલ સહિતના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત મનપાની ચૂંટણી પહેલા NCP પક્ષ પણ એક્ટીવરાજકોટ મનપાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે. જેને લઈને પહેલા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ત્યારબાદ હવે NCP દ્વારા પણ મનપા ચૂંટણી અગાઉ શહેરમાં અલગ અલગ પ્રતીકાત્મક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પણ NCP દ્વારા નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે શુક્રવારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પણ વાંચો
રાજકોટઃ મોતથી બચવા ગયા હોસ્પિટલમાં અને ત્યાં જ ભેટ્યા મોતને, આગે લીધા 5 જીવ
રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડ બળીને ખાખ, જૂઓ વીડિયો
રાજકોટ અગ્નિકાંડઃ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ ટ્રસ્ટીનો ચોંકાવનારો ખુલાસો!