ETV Bharat / city

રાજકોટની શાપર વેરાવળ પોલીસે જીઆરડી યુવક સહિત 3 ઈસમોની સોપારી સાથે કરી ધરપકડ

રાજકોટ ગોંડલ હાઈવ પર આવેલ કિશાન પંપ પાસેની ચેકપોસ્ટ પરથી શાપર વેરાવળ પોલીસે જીઆરડી યુવક સહિત ત્રણ શખ્સોને કારમાં સોપારી સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

police arrested three person for illegal tobacco
શાપર વેરાવળ પોલીસે જીઆરડી યુવક સહિત ત્રણ ઈસમની સોપારી સાથે કરી ધરપકડ
author img

By

Published : May 1, 2020, 8:28 PM IST

રાજકોટઃ સામાન્ય રીતે રક્ષકદળના એટલે કે, જીઆરડીના યુવાનો ખાખી વર્દી પહેરીને અનેક પરિસ્થિતિમાં પોલીસની સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોય છે. પરંતુ રાજકોટના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન હેઠળના મનસુખ સોલંકી નામના જીઆરડીનો નાયક જેનુ કામ શાપર વેરાવળના જીઆરડી જવાનોનુ સંચાલન કરવાનું છે. પરંતુ નાયક જ જાણે રૂપિયા કમાવવાની લાલચમાં ગુનાખોરીને અંજામ આપ્યો છે.

રાજકોટની શાપર વેરાવળ પોલીસે જીઆરડી યુવક સહિત ત્રણ ઈસમની સોપારી સાથે કરી ધરપકડ

હાલ કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા પાનબીડી, માવા, સોપારીના વેચાણ પર રોક લગાવી દેવાઈ છે. ત્યારે આસાનીથી વસ્તુઓ ન મળતી હોવાથી વ્યસની લોકો અકળાયા છે. કોઈપણ કિંમતે આ વસ્તુઓને ખરીદવા તૈયાર થયા છે. ત્યારે કાળાબજારીઓ પણ વ્યસની લોકોને બેફામ લૂંટી રહ્યાં છે. જેનો લાભ જીઆરડીના નાયક મનસુખ સોલંકી પણ લેવા લાગ્યો હતો.

પોતાની ફરજ દરમિયાન શાપર વેરાવળના વેપારી પિતા-પુત્રને રાજકોટ સ્થિત પોતાના ગોડાઉનમાંથી સોપારી હેરફેર કરવા લાગ્યો હતો. મનસુખ સોલંકી જાણે ખાખી વર્દીમાં હોવાથી પોલીસ તેમને નહિ રોકે તેવા વહેમ સાથે રાજકોટથી શાપર વેરાવળ કારમાં આવવા નીકળ્યા હતા. ત્યારે કિશાન પંપ પાસે શાપર વેરાવળ પોલીસના પીએસઆઈ સી.એસ.વાછાણી સહિતનો સ્ટાફ ચેકપોસ્ટ પર ચેકીંગમાં હોવાથી તે દરમિયાન જીઆરડી નાયક મનસુખ સોલંકી અને વેપારી વેગન ઘેટીયા તેમજ નટવરલાલ ઘેટીયા આઈટેન કાર GJ03KP2637માં પસાર થતા પોલીસને શંકાઓ જતા કારની તલાશી લેવાઈ હતી.

જે દરમિયાન કારમાંથી બે બોરી સોપારી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીઆરડીના નાયક દ્રારા જ ખાખીની આડમાં સોપારીની હેરાફેરી કરાઈ રહી છે, ત્યારે ત્રણેયની કડક પૂછપરછ કરતા તેઓ રાજકોટ ગોડાઉનથી સોપારી લીધી હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે જીઆરડીના નાયક સહિત ત્રણેય સામે આઈપીસી કલમ 269,188,114 તથા ધ એપેડેમીક કલમ ૩ મુજબ ગુનો દાખલ કરી સોપારી અને કાર મળી 2,49,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ખાખીને લાંછન લગાડનાર જીઆરડી જવાન સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવા પ્રકારના શીક્ષાત્મક પગલા ભરે છે તે જોવુ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.