ETV Bharat / city

રાજકોટમાં પોલીસ અને કોર્પોરેશન ચલાવી રહ્યા છે "ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ" અભિયાન - આરએમસી કામ

રાજકોટ શહેરમાંથી ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દૂર કરવા 'ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટના લીડ રોલ સાથે રાજકોટ પોલીસ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફના સંયુક્તપણે 4 નવેમ્બરથી ચલાવવામાં આવે છે, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ જઈને આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોનું કાઉન્સેલીંગ કરે છે.

રાજકોટમાં પોલીસ અને કોર્પોરેશન ચલાવી રહ્યા છે "ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ" અભિયાન

author img

By

Published : Nov 12, 2020, 7:31 PM IST

  • રાજકોટમાં ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ અભિયાન શરૂ
  • જિલ્લા બાળ સુરક્ષા એકમ, RMC, પોલીસ ચલાવે છે અભિયાન
  • મહિલા-પુરુષ, બાળક ભિક્ષુકનું કરવામાં આવે છે કાઉન્સેલીંગ
  • 4 ઝોનમાં 4 ટીમ બનાવીને ભિક્ષુકોનું કરવામાં આવે છે કાઉન્સેલીંગ

રાજકોટઃ આ અભિયાનમાં રાજકોટ શહેરમાં કુલ- 04 ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે. તે તથા તેમના રહેણાકનાં વિસ્તારમાં 4 ટીમ દ્વારા ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ કરવામાં આવે છે. અને તેમને ભિક્ષાવૃત્તિ બંધ કરવા સમજાવવામાં આવે છે. કામગીરીની સામેની તરફથી સારો પ્રતિસાહ મળી રહ્યો છે.

રાજકોટમાં પોલીસ અને કોર્પોરેશન ચલાવી રહ્યા છે
રાજકોટમાં પોલીસ અને કોર્પોરેશન ચલાવી રહ્યા છે "ભિક્ષાવૃત્તિ મુક્ત રાજકોટ" અભિયાન

ભિક્ષુકોને ભિક્ષાવૃત્તિ છોડી સ્વનિર્ભર બનવા સમજાવવામાં આવે છે

રાજકોટમાં આ કામગીરી જિલ્લા સમાજ સુધારા અધિકારી, મ્યુનિ. કમિશનર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ કમિશ્નર અધિકારી/કર્મચારીઓ દ્વારા સંયુક્તપણે કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટમાં કુલ-4 ઝોન બનાવી 4 નવેમ્બરથી ભિક્ષુકોની આઈડેન્ટિફાય જગ્યા પર જવામાં આવે છે, જ્યાં જઈ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાક ખાતે જતા રહેવા સમજાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ધંધા, રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવવા માટે પણ તેમનું કાઉન્સેલીંગ કરી સમજાવવામાં આવે છે. આ કામગીરીમાં જોડાયેલા તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડ અપની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.