- સમગ્ર દેશના 36 બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરાયા
- 6 બાળકો સાથે વડાપ્રધાનને વીડિયો કોન્ફરન્સથી વાત કરી
- રાજકોટના ઇન્ટરનેશનલ સ્વિમર મંત્ર સાથે PMએ કરી વાત
રાજકોટ : સમગ્ર દેશના 36 બાળકોને સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના 17 વર્ષના દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર મંત્ર સ્પેશિયલ ઓલિમ્પિક 2019 અબુધાબી દુબઇ સ્પેશિયલ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને મંત્રે દેશનું નામ રોશન કર્યું હતું. ત્યારે દેશના 36 બાળકો પૈકી 6 બાળકો સાથે વડાપ્રધાનને વાત કરી હતી. તેમાં રાજકોટના મંત્ર હરખાની સાથે પણ વાત કરી હતી. મંત્ર દિવ્યાંગ ઇન્ટરનેશનલ સ્વિમર છે. અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. બાળ પુરષ્કાર મંત્ર સાથે મંગળવારે વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી વડાપ્રધાને વાતચીત કરી હતી. જ્યારે મંત્રને પણ દેશના વડાપ્રધાને શુભેચ્છા પાઠવી હતી.
બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોય છે. એટલે તેનો વિકાસ ઘણો ધીમો હતો
સમગ્ર ભારતમાં ગુજરાતના 2 બાળકો હતા. મંત્ર જીતેન્દ્ર હરખાની અને બીજલ હરખાની સ્પેશિયલ ઓલ્પિક 2019 અબુધાબી દુબઇ સ્પેશિયલ સ્વિમિંગની સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વડાપ્રધાન સાથેની વાતચીતમાં મંત્રે જણાવ્યું હતું કે, તમે ગુજરાત આવો ત્યારે મારે તમારી સાથે ફોટો પડાવો છે અને જલેબી-ગાંઠિયા ખાવા છે. તેમજ ચા પણ પીવડાવીશ. મંત્રના પિતા જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે તેનો જન્મ થયો ત્યારથી જ અમને ખબર હતી કે, તે બોર્ન ડાઉન સિન્ડ્રોમ બોય છે. એટલે તેનો વિકાસ ઘણો ધીમો હશે. આથી અમારા આખા પરિવારે તેને સપોર્ટ કર્યો હતો.
2016માં નેશનલ ઓલ્પિકમાં સિલેક્ટ થયો
મંત્ર 10 વર્ષનો હતો, ત્યારથી સ્વિમિંગ કરતો હતો. જ્યારે 2016માં નેશનલ ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો. જે બાદ મુંબઇમાં 2 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા. ત્યારે અલગ અલગ નેશનલ કેમ્પસ ચાલુ થયા તેમાં પણ મંત્રે ભાગ લઈને રાજકોટનું નામ રોશન કર્યું હતું. ગોવા, તેલંગાણા , રાજસ્થાનમાં કેમ્પસ થયા જેમાં તેને ભાગ પણ લીધા હતો. જેમાં બધામાં મંત્રનું સિલેક્ટ થયો હતો. દિલ્હીથી અબુધાબી ગયા હતા. ત્યાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેમાં 1 ગોલ્ડ મેડલ 15 મીટર બેક સ્ટ્રોક, બીજું મેડલ 15 મીટર ફ્રી સ્ટાઈલમાં મેળવીને દેશનું ગૌરવ બન્યો હતો. મંત્રે પણ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન સાથે વાત કરીને ખુશ છું.