ETV Bharat / city

કલ્કિ અવતાર કહેનારામાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે : મનોવૈજ્ઞાનિક - Dr. Yogesh Jogsan

દરેક માણસમાં વત્તા ઓછા પ્રમાણમાં પોતાની જાત પરનો વિશ્વાસ હોય છે. આ વિશ્વાસ હકારાત્મક હોય તો આત્મવિશ્વાસ બને છે, પરંતુ કેટલાકને ભ્રામક વહેમ હોય છે, જેમાં કેટલાકને દુઃખદર્દનો વ્યામોહ હોય છે, તો કેટલાકને સુંદરતાનો, તો કેટલાકને કોર્ટ કચેરીનો વ્યામોહ હોતો હોય છે. એવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના મનોવૈજ્ઞાનિક ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનું કહેવું છે.

કલકી અવતાર કહેનારામાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે : મનોવૈજ્ઞાનિક

author img

By

Published : Jul 8, 2021, 11:08 AM IST

  • અલગ-અલગ વ્યક્તિઓને વિવિધ વ્યામોહ હોતા હોય છે
  • દરેક માણસમાં પોતાનો એક વિશ્વાસ હોય છે
  • વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી હોય છે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના મનોવૈજ્ઞાનિક ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનું કહેવું છે કે, દરેક માણસમાં પોતાનો એક વિશ્વાસ હોય છે. આ વિશ્વાસ જો હકારાત્મક હોય તો તે આત્મવિશ્વાસ બને છે તેમજ અમુક લોકોને ભ્રામક વ્હેમ હોય છે. અલગ-અલગ વ્યક્તિઓને વિવિધ વ્યામોહ હોતા હોય છે.

કલકી અવતાર કહેનારામાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે : મનોવૈજ્ઞાનિક
કલકી અવતાર કહેનારામાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે : મનોવૈજ્ઞાનિક

આ પણ વાંચોઃ કોરોના અંગે 1710 લોકોનો સર્વે, ‘બીમારી કે રોગ કરતા નકારાત્મક વિચારો અને કલ્પના વધુ ભયજનક'

કલ્કિ અવતારમાં મહાનતાના વ્યામોહની માનસિકતા

વ્યામોહનો અર્થ ખોટા વિશ્વાસથી હોય છે. જેમાં રોગી એક જટિલ વ્યામોહ તંત્ર વિકસીત કરી લે છે, પરંતુ તેમાં કોઇ પણ પ્રકારના વિભ્રમ, ભાષા તથા ક્રિયા કરવામાં કોઈ મુશ્કેલી તથા સ્થિતીભ્રમ વગેરેના કોઈ લક્ષણ હોતા નથી. સ્પષ્ટ થયું છે કે, આ રોગના રોગીમાં વ્યામોહ તંત્ર એટલું જટિલ હોય છે કે, તેનાથી તેમના વર્તનમાં અસામાન્યતા તથા કુસમાયોજન સ્પષ્ટરૂપથી જોવા મળે છે. સુવ્યવસ્થિત તેમજ સ્થિર વ્યામોહ સિવાય આ પ્રકારના રોગીઓમાં અન્ય કોઈ લક્ષણ અસામાન્ય હોતા નથી.

હું કરું અને કહું એજ સાચું એવી માનસિકતા તેમનામાં વિકસે છે

વ્યામોહના ઘણા પ્રકારો હોય છે, જેમ કે, દંડ, સજા, સુંદરતા, ઈર્ષા, મહાનતાનો વ્યામોહ વગેરે. કલ્કિ અવતાર કહેનારામાં મહાનતાના વ્યામોહની માનસિકતા છે. આ પ્રકારના રોગીને એવો ખોટો વિશ્વાસ થઇ જાય છે કે, તેનામાં કોઈને કોઈ શારીરિક ક્ષુબ્ધતા કે તે ઈશ્વરીય અવતાર છે અથવા દેવદૂત છે. હું કરું અને કહું એજ સાચું એવી માનસિકતા તેમનામાં વિકસે છે. આવા રોગી પહેલા એવું કહેતા જોવા મળે છે કે, તેના કોઈ મોટા રાજનૈતિક નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધ છે અથવા તેઓ દેવદૂત છે.

પોતાને કલ્કિ અવતાર કહેનારમાં આત્મામોહી વ્યક્તિત્વ વિકૃતિ

પોતાને કલ્કિ અવતાર કહેનારામાં આત્મામોહી વ્યક્તિત્વ વિકૃતિ, આ વિકૃતિવાળી વ્યક્તિઓમાં આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર તથા મજબૂત હોય છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધારે મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે અને લોકો દ્વારા વિશેષ અને અલગ સેવાની આશા રાખે છે. આવી વ્યક્તિમાં મહત્વકાંક્ષા વધુ હોય છે અને પોતાની ઈચ્છા તથા વિચાર અમલ અન્યની ઈચ્છા તથા વિચારોને તુચ્છ સમજે છે, આવી વ્યક્તિ અન્ય વ્યક્તિને પોતાની નજીક આવવા દેતી નથી તથા સાથે-સાથે તે પોતાની પર તેને આધારિત થવા દેતી નથી. આવી વ્યક્તિ પોતાનામાં દોષ કે વિકૃતિને સ્વીકારી શકતી નથી.

આ પણ વાંચોઃ Survey OF Saurashtra University : શું તરુણોને ઘરેથી ભાગી જવાનું થાય છે મન ? જાણો...

વ્યામોહ અને આત્મમોહી વ્યક્તિત્વ વિકૃતિના કારણો

આ રોગ એવી વ્યક્તિઓમાં વિકસિત થાય છે, જેને જીવનની મહત્વની અવસ્થાઓ, સામાજિક જીવન, વ્યવસાયિક જીવન, દાંમ્પત્ય જીવનમાં અસફળતાઓની હારમાળા હોય છે. અતિ મહત્વકાંક્ષા, દોષપૂર્ણ શિક્ષણ અને વિકાસ, જાતિય સમાયોજનમાં ખામી, વ્યક્તિને જ્યારે ફેમસ થવાની કે જાહેરમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવાની માનસિકતા હોય, બાલ્યઅવસ્થામાં માતા-પિતાનો તિરસ્કાર વગેરે કારણો હોય છે. માનસિક રોગના ડોક્ટરની સલાહ મુજબ દવા લેવાથી કે સાયકોથેરાપી લેવાથી આવી વ્યક્તિમાં સુધારો આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.