ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાય છે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” - 108 ambulance

રાજ્યમાં ફેલાઈ રહેલા કોરોના વાઈરસ સામે સૌ કોઈ જંગ લડી રહ્યા છે. ડોક્ટર્સ પણ દર્દીઓને સારવાર આપી તેમને સાજા કરવા મથી રહ્યા છે. રાજકોટમાં કોરોના દર્દીઓથી હોસ્પિટલ ફૂલ છે પણ નવા આવનાર દર્દીઓના જીવ બચાવી શકાય તે માટે ટ્રિટમેન્ટ ઓન વ્હિલ શરૂ કરવામાં આવી છે.

corona
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાય છે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ”
author img

By

Published : Apr 21, 2021, 12:36 PM IST

  • રાજકોટમાં હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાયા
  • દર્દીઓની ટ્રિટમેન્ટ ઓન વ્હિલ સારવાર
  • ડોક્ટર્સની ટીમ ખડે પગે

રાજકોટઃ જિલ્લામાં વધતા જતા કોરોનાના દર્દીઓને બચાવવા માટે અને તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિતમાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે “ટ્રિટમેન્ટ ઓન વ્હિલ” શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવનાર દર્દીને બેડની સુવિધા જો ઉપલબ્ધ ન થઈ શકે તેમ હોય તેવા સંજોગોમાં 108, ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરીયાતની સેવા પુરી પાડવામાં આવે છે.

એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દર્દીઓની તપાસ

કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે ત્યારે સૌપ્રથમ તેને OPD માટે લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું નિદાન થાય ત્યારબાદ તેને IPDમાં લઇ જવામાં આવે છે. IPD એટલે ઇન્ડોર પેશન્ટ, પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારબાદ ત્યાં ત્રણ ભાગ બનાવવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓ માટેનો વોર્ડ, ડેડીકેટેડ કોવિડ વોર્ડ, સિવીયર કોવિડ વોર્ડ હોય છે. જેમ જેમ દર્દીની તબિયતમાં સુધારો થાય છે તેમ દર્દીને અહીંથી સમરસમાં દાખલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટમાં 8 મહિનાના બાળકે કોરોનાને આપી માત

મેડીકલની આખી ટિમ ખડેપગે બજાવે છે ફરજ

પાંચ છેલ્લા પાંચ-છ દિવસથી જિલ્લા વહીવટી તંત્રની મદદ અને અનુભવી ડોક્ટરોના માર્ગદર્શન અંતર્ગત મેડિકલ વિભાગ તથા 3 કોરોના ડેડીકેટેડ ડોક્ટર્સ ઓફિસરોની ટીમ બનાવવામાં આવી છે. જે કોઈપણ એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દર્દીઓ આવે છે, તેમનું ચેકઅપ કરીને તેમની તબિયત અનુસાર દર્દીને ઈમરજન્સી વોર્ડમાં અથવા દર્દીની તબિયત અનુસાર સમરસ હોસ્પિટલ વ્યક્તિને મોકલીને ઓક્સિજન આપીને જેમનો જીવ બચાવવામાં આવે છે. તેમજ જે દર્દીઓને ખાસ સારવારની જરૂર હોય અને ખાનગી એમ્બ્યુલન્સ, રીક્ષા કે અન્ય કોઈ ખાનગી વાહનમાં આવ્યા હોય તેઓને તેમાં જ ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી સારવાર આપીને મહામુલા માનવજીવનને બચાવવાનો પ્રયાસ રાજકોટની સિવિલ હોસ્પિટલ કરી રહી છે.

દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ટિમ કાર્યરત

આ માટે એક મેડિકલ ઓફિસર, એક આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર, 2 નર્સિંગ સ્ટાફ, બે વહીવટીતંત્રના માણસો તથા 2 ઓપરેટરની ટીમ મળીને ચોવીસ કલાક સતત ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના અન્ય 2 લોકોની ટીમ સમરસ ખાતે કાર્યરત છે,જે દર્દીનું સિવિલ હોસ્પિટલ ખાતેથી સમરસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે દર્દીના સહાયક તરીકે કામ કરે છે. તેમજ તેમની વિગતો કંટ્રોલરૂમમાં અપલોડ કરે છે. જેથી દર્દીને કયા માળ પર, ક્યા વોર્ડમાં કયા નંબરના બેડ પર રાખવામાં આવ્યા છે. તેની તમામ વિગતો કંટ્રોલરૂમ મારફતે દર્દીના સંબંધીઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો : કુંભમેળામાંથી રાજકોટ પરત આવેલા 147 યાત્રિકોમાંથી 13 લોકો કોરોના પોઝિટિવ

જરૂરી સારવાર આપીને મહામૂલુ માનવ જીવન બચાવી શકાય

આ તકે મૂળ નવસારીના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે ફરજ બજાવતા ડો.કિનલ પટેલ જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 દિવસથી સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ બજાવું છું. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને લીધે દાખલ તથા દર્દીઓને એમ્બ્યુલન્સ ખાનગી વાહનમાં જ ઓક્સિજન તથા અન્ય તાકીદની સારવાર, તપાસ અને રાહત થાય તે માટેની કામગીરી સોંપવામાં આવી છે. અમારી ટીમ દ્વારા દર્દીને દાખલ થતા પૂર્વે પ્રાથમિક સારવાર આપવાની સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી સારવાર મેળવવાનો વારો આવે તે પહેલા જ જરૂરી સારવાર આપીને મહામૂલુ માનવ જીવન બચાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.