- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી
- ગુજરાતી ભવનના ડોક્ટર દર્દીઓને આપી રહ્યા છે મ્યુઝિક થેરાપી
- દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું
રાજકોટઃ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવારની સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. ગુજરાતી ભવનના ડો. જોષી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી રહ્યા છે. 'ઓ મેરે દિલક કે ચેન' ગીત પર દર્દીઓ પણ આનંદ લઇ રહ્યાં હતા. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી
ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા
કોરોના દર્દીઓને સારવારની સાથે સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવી રહી છે. ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા હતા અને દર્દીને કોરોના જેવા રોગને ભૂલી સંગીતની મજા માણે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સમયે દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત