- ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરાયા બાદ દર એક મિનિટે 250 લીટર ઓક્સિજન જનરેટ થવા લાગશે
- ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા હોસ્પિટલ માટે કરવામાં આવ્યું છે મંજૂર
- આ મશીનની કિંમત અંદાજે 30 લાખ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે
રાજકોટ: ઉપલેટામાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સરકાર દ્વારા શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના કારણે મેડિકલ ઓક્સિજનની અછત ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરીને શરૂ કરવામાં આવશે.
ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને મળી રહેશે ઓક્સિજનની સુવિધા
ઉપલેટા શહેર તેમજ પંથકના કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે ઓક્સિજનની જરૂરીયાત ઉભી થતા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડાં સમયમાં જ આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે અને જરૂર પડ્યે તેમાંથી મેડિકલ ઓક્સિજન મેળવી શકાશે. જેનાથી કોરોનાની ત્રીજી લહેર સામે ટકી રહેવા માટે તંત્રએ આ વખતે આગોતરી તૈયારી કરી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: પાટણ HNG યુનિવર્સીટીમાં ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું