ETV Bharat / city

online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા - Education

કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રાંરભ થઈ ગયો છે. બાળકોને ઓનલાઈન ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે બાળકો ઓનલાઈન શિક્ષણ લેવામાં સક્ષમ નથી તેેમના માટે પણ એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

xxx
online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા
author img

By

Published : Jun 13, 2021, 3:39 PM IST

  • રાજ્યમાં શૈક્ષણિક શત્રનો પ્રાંરભ કરવામાં આવ્યો
  • ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ
  • દરેક વિદ્યાર્થીઓને ઘરે પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવ્યા

રાજકોટ: કોરોનાકાળ વચ્ચે ગુજરાત રાજ્યના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ દ્વારા પણ હવે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો મોટાભાગના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ ઓનલાઈન શિક્ષણ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં કરવામાં આવ્યું છે. જ્યારે ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે પણ રાજકોટમાં શાળાઓ દ્વારા અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેના કારણે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય.

શિક્ષકો દ્વારા ઘરે જઈને અપાય છે શિક્ષણ

શાળાઓ શરૂ થતાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવામાં સક્ષમ નથી એવા વિદ્યાર્થીઓને શાળાઓના શિક્ષકો દ્વારા ઘરે જઈને શિક્ષણ આપવામાં આવે છે અથવા તે વિસ્તારમાં શિક્ષિત વ્યક્તિ પાસેથી આવા બાળકોને ભણવા માટેની વ્યવસ્થા ગોઠવામાં આવે છે. જેમાં કારણે આ બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહી જાય.

online Education: રાજકોટ જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: કોરોના પછી લોકોમાં નબળાઈનો વિકૃત ભય વધ્યો

વિદ્યાર્થીઓ માટે અલગ મટિરિયલ

ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓ માટે સરકારી દ્વારા દ્વારા જરૂર મુદાઓનું અલગ મટિરિયલ બનાવમાં આવે છે અને આ બાળકોને મટીરીયલ ઘરે ઘરે પહોચાડવામાં આવી રહ્યું છે. આ સિવાય આવા બાળકો ટીવી પરથી પણ શિક્ષણ લઈ શકે છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ધોરણ અને વિષયના લેક્ચર શ્રેષ્ઠ શિક્ષકોના માધ્યમથી પ્રસારિત કરી રહી છે. આમ ઓનલાઈન શિક્ષણ જે વિદ્યાર્થીઓ લઈ શકતા તે માટે લન અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર પરીક્ષા હાલ મોકૂફ રખાઇ

તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળી ગયા

રાજ્ય સરકાર દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સરકારી શાળાઓમાં દર વર્ષે પાઠ્યપુસ્તકો નિઃશુલ્ક આપવામાં આવે છે. જેને લઈને કોરોના કાળમાં આ પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા છે કે નહીં તે અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ પાસે આ પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે અને અભ્યાસ ક્રમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં પણ શિક્ષકોની કોઈ ઘટ વર્તાતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.