ETV Bharat / city

Bogus Doctor - રાજકોટમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો - રાજકોટ SOG

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપને વધુ એક સફળતા મળી છે. જેમાં કોરોના મહામારી દરમિયાન સ્પેશિયલ ગૃપ દ્વારા બોગસ ડૉક્ટર ( Bogus Doctor )ને ઝડપી લેવામાં આવ્યો છે. ગત બે વર્ષથી રાજકોટના મોરબી રોડ પર આવેલા જકાતનાકા નજીક ક્લિનિક ખોલીને આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યો હતો.

Bogus Doctor
Bogus Doctor
author img

By

Published : May 25, 2021, 7:35 PM IST

રાજકોટ : કોરોના કાળમાં ડૉક્ટર રાત દિવસ જોયા વગર લોકોની સેવામાં જોડાયેલા છેસ પણ ઘણા લોકો કોરોના મહામારી વચ્ચે પણ માનવતાને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપને વધુ એક સફળતા મળી છે. જેમાં કોરોના મહામારી દરમિયાન સ્પેશિયલ ગૃપ દ્વારા બોગસ ડૉક્ટર ( Bogus Doctor )ને ઝડપી લેવામાં આવ્યો છે.

Bogus Doctor
હિરેન કાનાબાર નામનો બોગસ ડૉક્ટર ઝડપાયો

આ પણ વાંચો - રાજકોટમાંથી વધુ એક Bogus Doctor ઝડપાયો

ઇન્જેક્શન, મેડિકલના સાધનો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ પોલીસે કબ્જે કર્યો

ગત બે વર્ષથી રાજકોટના મોરબી રોડ પર આવેલા જકાતનાકા નજીક ક્લિનિક ખોલીને આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો. જેને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) પાસેથી ઇન્જેક્શન, મેડિકલના સાધનો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Bogus Doctor
રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતો હતો બોગર ડૉક્ટર

આ પણ વાંચો - કોરોનાગ્રસ્ત Bogus Doctor સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો

આ પહેલા હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કરતો હતો નોકરી

રાજકોટ SOGએ બાતમીના આધારે મોરબી રોડ પર રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) હિરેન કાનાબાર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) માત્ર 10 ધોરણ પાસ છે. આ અગાઉ તે વિવિધ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી ચૂક્યો છે. જે રાજકોટમાં મોરબી રોડ પર છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો. જેને રાજકોટ SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) પાસેથી રાજકોટ SOGએ દવાઓ, ઇન્જેક્શન, મેડીકલ સાધનો સહિતના કુલ રૂપિયા 19 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ શખ્સની વધુ તપાસ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો - ખેડામાં માત્ર 12 પાસ Bogus Doctor ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.