રાજકોટ સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે (National Anthem of India) દેશભરમાં ઠેર-ઠેર દેશભક્તિ જોવા મળે છે, પરંતુ રાજકોટ શહેરના એક શો-રૂમમાં 365 દિવસ માટે દેશભક્તિ જોવા મળે છે. રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ પર રેશમ (15th August in Gujarat) નામનો રેડીમેઈડ ગારમેન્ટના શો-રૂમમાં દેશભક્તિ જોવા મળે છે. અહીં રોજ સવારે એટલે કે આખા વર્ષના 365 દિવસ પ્રાર્થના બાદ રાષ્ટ્રગાન કરવામાં આવે છે.
365 દિવસ રાષ્ટ્રગાન આ અંગે શો-રૂમના માલિક દિપક ખખ્ખરે જણાવ્યું હતું કે, દરરોજ તેઓ શો-રૂમની અંદર આવતા જ પહેલા પ્રાર્થના થાય છે અને બાદમાં રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. આ પ્રાર્થના અને રાષ્ટ્રગાન થયા પછી જ શો-રૂમની અંદર કામ શરૂ કરવામાં (Patriotic song of India) આવે છે અને ગ્રાહકોને પણ પછી જ એન્ટ્રી કરવામાં આવે છે. આ રાષ્ટ્ર ગાનથી તેમને અને તેમના સ્ટાફને એક પ્રકારની ઊર્જા મળે છે. જેનાથી તેઓ આખો દિવસ તેઓ ફ્રેશ રહે છે તેવું જણાવ્યું છે. સાથે એવું પણ જણાવ્યું છે કે, આ પ્રકારના રાષ્ટ્રગાનથી તેઓને ઘણો ફાયદો પણ છે. આ સિવાય હર ઘર તિરંગા અભિયાન લઈને દરેક ફેક્ટરી, દરેક ઘરે અને ઓફિસ બે મિનિટ ફાળવી (15th August in Rajkot) રાષ્ટ્રગાન ગવાય તે આપણા દેશ માટે સારી વાત છે.
રાષ્ટ્રગાન બાદ વિધિવત રીતે કામ અંદાજે 4 વર્ષ પૂર્વે દિપક ખખ્ખરે શો-રૂમ રિનોવેટ કર્યો છે, ત્યારબાદ સ્ટાફના દરેક લોકો પાસેથી સૂચન મગાવવામાં આવ્યા હતા. જેમાંથી પિયુષ રાઠોડ નામના કર્મીએ જણાવ્યું હતું કે, આપણે પ્રાર્થનાની સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવું (patriotic song list) જોઈએ. બસ આ જ વિચાર સાથે રોજ આ શો-રૂમમાં છેલ્લા 4 વર્ષથી રાષ્ટ્રગીત ગાન કરવામાં આવે છે. બાદમાં દુકાનનું કામ શરૂ કરવામાં આવે છે. જેમાં અહીંયા રાષ્ટ્રગીતનું ગાન પણ સમૂહમાં જ કરવામાં આવે છે. મુખ્યત્વે સમગ્ર દેશ ભરતા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરતા હોય છે પરંતુ રાજકોટના આ શોરૂમમાં દરરોજ રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કરવામાં આવી રહ્યું છે જે અન્ય લોકોને (Patriotic song) પણ સારી પ્રેરણા સમાન સામે આવી રહ્યું છે.