ETV Bharat / city

Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી

રાજકોટમાં ઓમીક્રોન વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યા (Municipal Corporation Rajkot) બાદ શહેરના BRTS બસોમાં સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટની અલગ અલગ BRTS બસોમા દરરોજ હજારો મુસાફરો અને વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. આ તમામ મુસાફરોનું આવતા અને જતા બસસ્ટેન્ડમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી
Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી
author img

By

Published : Dec 22, 2021, 4:01 PM IST

રાજકોટ: રાજકોટમાં ઓમીક્રોન વાયરસનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યા બાદ હવે જાણે મનપા તંત્ર જાગ્યું હોય તેવી રીતે શહેરના BRTS બસોમાં સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટની અલગ અલગ BRTS બસોમા દરરોજ હજારો મુસાફરો અને વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે, આ તમામ મુસાફરોનું આવતા અને જતા બસસ્ટેન્ડમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સ્ક્રિનિંગ કાર્યવાહીની મહાનગરપાલિકાના (Municipal Corporation Rajkot) કમિશનર અમિત અગ્રવાલ દ્વારા મુલાકાત (RMC commissioner visit BRTS bus stop) લેવામાં આવી હતી, અને ચકાસણી પણ કરવામાં આવી હતી, તેમજ કર્મચારીઓને વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

Omicron Cases Rajkot: રાજકોટમાં 17 BRTS બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગ શરૂ, કમિશ્નરે કરી કામની ચકાસણી

17 બસસ્ટેન્ડમાં સ્ક્રીનીંગની કાર્યવાહી શરૂ

રાજકોટ BRTS બસમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો અને વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે, ત્યારે જે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને અલગ અલગ સ્થળે જતા હોય તે તમામ જગ્યાએ લોકોનું સ્ક્રીનીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે રાજકોટમાં 17 જેટલા અલગ અલગ BRTS બસસ્ટેન્ડમાં પણ મુસાફરોની સ્ક્રીનીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યાં બસમાં આવતા જતા તમામ મુસાફરોની સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે, અને જો તેમને કોરોનાના લક્ષણ જણાઈ તો તેમને આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહ્યા છે.

બીજા ડોઝના વેકસીનેશન પર ખાસ કેન્દ્ર

રાજકોટમાં કોરોનાનું વેકસીનેશન ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે, જ્યારે વેકસીનના પ્રથમ ડોઝનું 100 ટકા વેકસીનેશન પૂર્ણ થઈ ગયું છે, એવામાં હવે શહેરમાં બીજા ડોઝનું 100 ટકા વેકસીનેશન પૂર્ણ થાય તે માટે રાજકોટ મનપા દ્વારા વિવિધ રીતે કામગીરી કરાઈ રહી છે, જ્યારે રાજકોટમાં ધીમેધીમે કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં (Omicron Cases Rajkot) 40 કોરોનાના એક્ટિવ કેસ છે. દરરોજ 2થી 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે.

આ પણ વાંચો:

Covid Care Committee For Students: રાજકોટમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરાશે

Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે માસ્ક પહેરીને જજો!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.