ETV Bharat / city

Offline School: રાજકોટની યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તો આવ્યા પણ શિક્ષકો ગાયબ - વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી

સામાન્ય રીતે સ્કૂલમાં શિક્ષકો આવી જાય છે અને વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે, પરંતુ રાજકોટમાં આનાથી ઉંધો ઘાટ સર્જાયો હતો. શહેરની યુનિવર્સલ સ્કૂલમાં (Universal School) ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થતા વિદ્યાર્થીઓ તો સ્કૂલે પહોંચી ગયા હતા, પરંતુ શિક્ષકો જ ગેરહાજર રહ્યા હતા. આના કારણે છેલ્લા એક વર્ષથી ઓફલાઈન શિક્ષણ (Offline Education) માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું.

Offline School: રાજકોટની યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તો આવ્યા પણ શિક્ષકો ગાયબ

author img

By

Published : Jul 17, 2021, 10:54 AM IST

  • રાજકોટની તમામ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું
  • યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવ્યા પણ શિક્ષકો ગેરહાજર
  • કેટલાક શિક્ષકો કોરોનાના કારણે તો કેટલાક અંગત કારણોસર રહ્યા ગેરહાજર

રાજકોટઃ કોરોના મહામારીના કારણે દોઢ વર્ષથી શાળામાં ઓફલાઈન શિક્ષણ (Offline Education) બંધ હતું. જોકે, હવે ફરી કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ કરવા આદેશ આપ્યો છે. રાજકોટની યુનિવર્સલ સ્કૂલ (Universal School)માં પણ ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થઈ ગયું છે, પરંતુ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ તો પહોંચી ગયા પણ શિક્ષકો ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. હાલ ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં શાળાઓમાં કયા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે. તેને ધ્યાનમાં રાકી ETV Bharatની ટીમે રાજકોટના ચંદ્રેશનગર ચોક નજીક આવેલી યુનિવર્સલ શાળાની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો- Colleges start offline education: લાંબા ગાળે કેમ્પસમાં પાછાં ફર્યાં વિદ્યાર્થીઓ, ગાઈડલાઈનનું પાલન

શાળામાં 100 ટકા વિદ્યાર્થીઓની હાજરી

કોરોના કાળ બાદ હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સરકારી તેમ જ ખાનગી શાળાઓમાં ધોરણ-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન શિક્ષણ લેવામાં ઉત્સુકતા જોવા મળી રહ્યા છે. રાજકોટની યુનિવર્સલ સ્કૂલમાં (Universal School) ઓફલાઈન ધોરણ 12ના વર્ગો શરૂ થતાં જ વિદ્યાર્થીઓની 100 ટકા હાજરી જોવા મળી હતી. જ્યારે વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન શાળાઓ શરૂ થતાં ખુશીનો માહોલ સર્જાયો છે. ઓનલાઈન શાળામાં વિદ્યાર્થીઓને ઘણી અગવડતા પડતી હતી. જ્યારે હવે ઓફલાઈન શાળાઓ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે છે.

કેટલાક શિક્ષકો કોરોનાના કારણે તો કેટલાક અંગત કારણોસર રહ્યા ગેરહાજર

આ પણ વાંચો- વડોદરામાં આજથી શાળાઓ શરૂ કરાઈ, પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત

શિક્ષકો પોતાના અંગત કારણોસર ગેરહાજર: સંચાલક

રાજકોટના યુનિવર્સલ શાળા (Universal School)ના સંચાલક કિશન સુરાણીએ જણાવ્યું હતું કે, હાલ શાળાઓ શરૂ થઈ ગઈ છે. ધોરણ- 12માં અમારા તમામ વિદ્યાર્થીઓ એટલે કે 100 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં જોવા મળી રહી છે. જ્યારે શિક્ષકોની પણ હાજરી વિદ્યાર્થીઓની જેમ જ છે. કોરોના કાળ દરમિયાન પણ શિક્ષકો પોતાના ઘરે અથવા શાળાએ આવીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપતા હતા પરંતુ જે શિક્ષકોને કોરોના થયો છે અથવા તેમના અંગત કારણોસર તેઓ શાળાએ નથી આવી રહ્યા, આવું પણ બન્યું છે.

ઓનલાઈન શિક્ષણના કારણે ઘણી સમસ્યાઓ: વિદ્યાર્થિની

યુનિવર્સલ સ્કૂલમાં જ ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નંદની સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ હતું ત્યારે અમને ભણવામાં ઘણી સમસ્યાઓ સર્જાતી હતી, જેમાં અમૂક સમયે નેટવર્ક પ્રોબ્લેમ થયો, જ્યારે અમારે કોઈ વખત ચેપ્ટર સમજવામાં પણ અઘરું પડતું પરંતુ ઓફલાઇન શિક્ષણ શરૂ થતા અમને ભણવામાં કોઈ સમસ્યા નહિ સર્જાય. જ્યારે કોરોના બાદ હવે શાળાઓમાં બધુ બદલાઈ ગયું છે. શાળાએ દરરોજ માસ્ક પહેરીને આવવું, સેનેટાઇઝર કરવું અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું અમારે ધ્યાન રાખવું પડી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.