રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટીના 16 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આવામાં યુનિવર્સિટી દ્વારા વિવિધ માસ્ટર કોર્ષની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી NSUIએ ઉગ્ર વિરોધ સાથે પરીક્ષાઓ રદ કરવાની માગ કરી છે. NSUI દ્વારા પરીક્ષા રદ કરવાની માગ સાથે કુલપતિની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા.
NSUIના વિરોધનો મામલો વધુ વણશે, તે પહેલાં જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરવા આવેલા આ પોલીસ કર્મચારીઓ PPE કીટ સાથે જોવા મળ્યા હતા.