ETV Bharat / city

રાજકોટ સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનોને ફટકારાઇ નોટિસ - 46 cheap food shops

સમગ્ર દેશમાં કોરોનાના કેસ(Corona Case) ધીમે-ધીમે ઓછો થઇ રહ્યા છે. ત્યારે હવે તંત્ર એલર્ટ થતાં છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ(Rajkot) સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતી પકડાતા નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનોને ફટકારાઇ નોટિસ

author img

By

Published : Jul 2, 2021, 12:11 PM IST

  • સસ્તા અનાજની દુકાનોને નોટિસ ફટકરવામાં આવી
  • નોટિસ ફટકારતા વેપારીઓમાં ઉભો થયો ફફડાટ
  • રેશનિંગ દુકાનમાં આધારના પુરાવા વગર જથ્થાનું વિતરણ કરવાનું આવ્યું હતું સામે

રાજકોટ: કોરોના(Corona)નો કહેર જિલ્લામાં ધીમે-ધીમે ઓછો થતા વહીવટી તંત્ર ફરી એલર્ટ થયું છે. જેને લઈને રાજકોટ(Rajkot) શહેર સહિત જિલ્લામાં 46 સસ્તા અનાજના પરવાનેદારોની દુકાનમાંથી પકડાયેલી ગેરરીતિના કારણે ફરી નોટીસ આપવામાં આવી છે તેમજ આ સમગ્ર મામલે આગામી 7 અને 8 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજકોટ કલેક્ટર(Rajkot Collector) તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનોને નોટિસ ફટકરવામાં આવતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અનાજ વિતરણમાં ગેરરીતિ આચરનારાના વિરુદ્ધ તંત્રની લાલ આંખ, 18 દુકાનોને ફટકારી નોટિસ

વર્ષ 2019-20માં 46 દુકાનદારોને નોટીસ ફટકારી

કોરોના(Corona) કાળ દરમિયાન પુરવઠા તંત્ર દ્વારા વર્ષ 2019-20માં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન કેટલીક રેશનિંગ દુકાનમાં આધારના પુરાવા વગર જથ્થાનું વિતરણ કરવાનું સામે આવ્યું હતું. જ્યારે અમુક દુકાનમાં હાજર સ્ટોકમાં ઘટ, ભેળસેળ, બોર્ડ નહી લગાવવા સહિતના મુદ્દે 46 દુકાનદારોને નોટીસ ફટકારવામાં આવી હતી. આ કેસની સુનાવણી હવે કોરોનાના કેસ(Corona Case)ઓછા થતા પુરવઠા વિભાગ રાજકોટ(Rajkot) દ્વારા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસે બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ પકડી પાડ્યું

અગાઉ પણ અમદાવાદ પોલીસે(Ahmedabad police) બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં રાજકોટ શહેરના 13 સહિત જિલ્લાના 25 દુકાનદારોની સંડોવણી બહાર આવી હતી. આથી તમામના લાયસન્સ 90 દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને કલેક્ટરે તમામ દુકાનમાં નવેસરથી તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ કેસમાં 25 માંથી 12 દુકાનની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકીની 13 જેટલી દુકાનની ઝડપથી તપાસ કરવા ડીએસઓએ(DSO) તાકીદ કરી છે.

આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો

ગેરરીતિ મામલે 7 અને 8 જુલાઈએ સુનાવણી

રાજકોટ (Rajkot)શહેર સહિત જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સામે આવેલી ગેરરીતિ સાથે ફિંગરપ્રિન્ટ કૌભાંડ મામલે હવે વધુ તપાસ તેમજ સુનાવણી આગામી 7 અને 8 જુલાઈએ હાથ ધરવામાં આવશે. જેના મોટાભાગના દુકાન ધારકોનું લાયસન્સ રદ થવા અથવા સસ્પેન્ડ થવાની પણ કાર્યવાહી થઈ શકે છે. જેને લઈને હવે સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.