ETV Bharat / city

સૌની યોજના મારફતે નર્મદાના નીર ફરી પહોંચ્યા રાજકોટ - Aaji dam

મુખ્યપ્રધાન (cm vijay rupani) દ્વારા સૌની યોજના મારફતે રાજકોટના વિવિધ જળાશયોમાં નર્મદાના નીર પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે સૌની યોજના મારફતે રાજકોટના વિવિધ જળાશયો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Dam
Dam
author img

By

Published : Jul 19, 2021, 10:41 PM IST

  • રાજકોટના વિવિધ જળાશયો ભરવાની કાર્યવાહી
  • વિવિધ ડેમોમાં નવા નીરની આવક હજૂ નોંધાઈ નથી
  • રાજકોટવાસીઓને ભરચોમાસે પાણીની સમસ્યામાંથી રાહત

રાજકોટઃ આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સૌની યોજના મારફતે વિવિધ ડેમોને નર્મદાના પાણી આપવામાં આવે છે. જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી (cm vijay rupani) દ્વારા પાણી આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સૌની યોજના મારફતે રાજકોટના વિવિધ જળાશયો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આગામી ઓગષ્ટ સુધી ચાલે તેટલું જ પાણી

હાલ ચોમાસાની ઋતુ શરૂ છે. એવામા રાજકોટવાસીઓને પાણીકાપનો વારો સહન કરવાનું આવી શકે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા મુખ્યપ્રધાન પાસે સૌની યોજના મારફતે નર્મદાના નીર માંગણી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખીને મુખ્યપ્રધાન દ્વારા સૌની યોજના મારફતે રાજકોટના વિવિધ જળાશયોમાં નર્મદાના નીર પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ફરી નર્મદાના નીર રાજકોટને આપવામાં આવ્યા

આગામી દિવસોમાં રાજકોટમાં પાણીની સમસ્યાઓ ન સર્જાઈ અને હાલ ચોમાસુ શરૂ છે, પરંતુ વરસાદ પાછો ખેંચાયો હોવાના કારણે રાજકોટ સહિતના જિલ્લાના વિવિધ ડેમોમાં નવા નીરની આવક હજૂ નોંધાઈ નથી. ત્યારે ફરી નર્મદાના નીર રાજકોટને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CM Vijay Rupani: રાજકોટને નર્મદાનું પાણી આપવાનો મુખ્યપ્રધાને કર્યો આદેશ

નર્મદાના નીર આજે ત્રંબા ખાતે પહોંચ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આદેશ બાદ સૌની યોજના મારફતે નર્મદાનું પાણી રાજકોટ તરફ છોડવામાં આવ્યું છે. જેને લઈને આ પાણી આજે વહેલી સવારે છ વાગે રાજકોટ જિલ્લાનાં ત્રંબા નજીક આવેલ સમ્પ ખાતે પહોંચી ગયું હતું. ત્રંબા પમ્પિંગ સ્ટેશનનાં ત્રણ પમ્પ દ્વારા સૌની યોજનાનું પાણી આજી-1 અને ન્યારી-1 ડેમ તરફ છોડવામાં આવી રહ્યું છે.

આજી-ન્યારી માટે દૈનિક 300 ક્યુસેક પાણી

આ નીર આજે સાંજ અથવા રાત સુધીમાં બંને ડેમો સુધી પહોંચી જશે. આજી-ન્યારી માટે દૈનિક 300 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જેને લઇને આગામી દિવસોમાં રાજકોટ માં આવનારી પાણીની સમસ્યાને ટાળી શકાય છે.

આ પણ વાંચો: વરસાદ નહિ આવે તો, રાજકોટવાસીને પાણી કાપ સહન કરવો પડશે

દરરોજ 20 મિનિટ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ

રાજકોટને રોજ 20 મિનીટ પીવાનું પાણી પુરૂ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં લગભગ 20થી 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે રાજકોટ શહેરને કુલ 355 MLD પાણીની જરૂર છે. તે પૈકી 125 MLD પાણી નર્મદા પાઇપલાઇન યોજના હેઠળ બેડી તથા ન્યારા ઓફ ટેક ખાતે મેળવવામાં આવે છે. આજી ડેમમાં તા. 31/7 સુધીમાં માત્ર 120 MCFT પાણી બચવાનું છે. ડેડ વોટરમાંથી પાણી ખેંચવામાં આવે તો રોજ 65 MLD પાણી મળે તેમ છે. ત્યારે હવે નર્મદાના નીર ફરી આવતા રાજકોટવાસીઓને ભરચોમાસે પાણીની સમસ્યામાંથી રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.