- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાં બનશે નવું મ્યુઝિયમ
- વર્ષ 1966થી 1970ની ઘણી પ્રાચીન વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રથમ કુલપતિએ પણ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડ દ્વારા ઐતિહાસિક અને દુર્લભ વસ્તુઓનો સંગ્રહ પણ કરાયો હતો, જે હજી સુધી સાચવામાં આવ્યો છે. વર્ષ 1966થી 1970 દરમિયાનની અનેક પ્રાચીન વસ્તુઓ, સિક્કાઓ, મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓ હવે આગામી દિવસોમાં નિર્માણ થનાર મ્યુઝિયમમાં મુકવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાં છઠ્ઠી સદીની ભગવાન વિષ્ણુની મૂર્તિ, 12મી સદીની સૂર્યની મૂર્તિ, 16મી સદીની વાસુદેવ (વેણુ-ગોપાલ)ની મૂર્તિઓ ચારણી સાહિત્યની હસ્તપ્રતો, તીર્થગોરો, બારોટના ચોપડા અહલ્યાબાઈના સમયના 1765થી 1795ના સિક્કાઓ, સયાજીરાવ ગાયકવાડના સમયના સિક્કાઓ, મુઘલકાળના અકબરના સમયનું ચલણ, જહાંગીરના સમયના સિક્કાઓ-ચલણ વિશ્વના 50થી વધુ દેશોના પ્રાચીન સિક્કાઓ, સિંધુ સંસ્કૃતિ વખતના માટીના રમકડાં, વાસણો, પ્રાચીન સમયની મૂર્તિઓ રાખવામાં આવશે.