ETV Bharat / city

Naresh Patel Khodaldham: નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય - ગુજરાત રાજનીતિ 2022

સક્રિય રાજકારણમાં આવવાને લઇને નરેશ પટેલ (Naresh Patel Khodaldham) 30 માર્ચ સુધી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી શકે છે. રાજકોટમાં પટેલ સમાજની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું કે હાલમાં તેઓ આ બાબતે કશું પણ કહેવા તૈયાર નથી.

નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવાને લઈને 30 માર્ચ સુધીમાં જાહેર કરશે અંતિમ નિર્ણય

author img

By

Published : Mar 19, 2022, 8:03 PM IST

જૂનાગઢ: છેલ્લા એક મહિનાથી આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)ને લઇને પાટીદાર પોલિટિક્સ (Patidar Politics In Gujarat) વધુ એક વખત રાજકીય ગલીયારાઓમાં કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યું છે. આજે વધુ એક વખત પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે (Naresh Patel Khodaldham) સક્રિય રાજકારણમાં આવવા અને કોઈ એક રાજકીય પક્ષમાં સામેલ થવાને લઈને મૌન સેવ્યું છે. આજે રાજકોટમાં પટેલ સમાજની બેઠક (Patel community meeting in Rajkot) યોજાઇ હતી, જેમાં પૂર્વ કેબિનેટ પ્રધાન અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત નરેશ પટેલ અને અન્ય પાટીદાર આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા.

નરેશ પટેલે સક્રિય રાજકારણમાં આવવા અને કોઈ એક રાજકીય પક્ષમાં સામેલ થવાને લઈને મૌન સેવ્યું.

પાટીદાર અગ્રણી જયેશ રાદડિયાએ શું કહ્યું?- બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે માધ્યમો સમક્ષ ફરી એક વખત વાત કરી, પરંતુ સક્રિય રાજકારણમાં આવવાથી લઈને રાજકીય પક્ષમાં સામેલ થવાને લઈને તેમણે મૌન સેવ્યું છે. પૂર્વ કેબિનેટ પ્રધાન અને પાટીદાર અગ્રણી જયેશ રાદડિયાએ કહ્યું કે, નરેશભાઈ સક્રિય રાજકારણમાં આવવાથી લઈને રાજકીય પક્ષમાં સામેલ થવાનો તેમનો અંગત નિર્ણય છે. આ નિર્ણય લેવા માટે નરેશભાઈ પટેલને અબાધિત અધિકાર છે. આ બાબતે તેઓ કશું કહી શકે તેમ નથી. રાજકોટમાં પટેલ સમાજની બેઠકમાં નરેશભાઈ સમાજના અગ્રણી અને પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે હાજર રહ્યા હતા અને આ બેઠકમાં નરેશભાઈના રાજકીય પદાર્પણને લઈને કોઈપણ મુદ્દા પર ચર્ચાવિચારણા કરવામાં આવી નથી.

30 તારીખ સુધી સમાજના આગેવાનો નિર્ણય કરશે- લેઉવા પટેલ સમાજની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના સક્રિય રાજકારણ (Gujarat Politics 2022)માં આવવાથી લઈને રાજકીય પક્ષમાં સામેલ થવાનો નિર્ણય ખૂબ મોટો અને મુશ્કેલ છે. માટે હાલના તબક્કે તેઓ કશું પણ કહેવા માટે તૈયાર નથી. આગામી 30 તારીખ સુધીમાં સમાજના શ્રેષ્ઠીઓ જે નિર્દેશ અને નિર્ણય આપશે ત્યારબાદ કોઇ અંતિમ નિર્ણય કરશે તેવું તેમણે આજે માધ્યમોને જણાવ્યું હતું.

આ પણ વાંચો: Vijay Rupani statement: નરેશ પટેલને લઈને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું

અરવિંદ કેજરીવાલ સાથે નથી થઈ વાત- દિલીપ સંઘાણી એ કરેલા આક્ષેપો પર નરેશ પટેલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે તેમને સતત વાતો થઇ રહી છે, પરંતુ એક મિત્ર તરીકે તેમની આ વાત હોઈ શકે છે. અરવિંદ કેજરીવાલ સાથે નજીકના ભવિષ્યમાં કોઈ મુલાકાત કે વાત થઈ હોય તેને લઈને નરેશ પટેલે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. રાજકોટમાં આજે યોજાયેલી લેઉવા પાટીદાર સમાજની બેઠકમાં સમગ્ર દેશમાંથી લેઉવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.જે પૈકીના એક ડોક્ટર ડાહ્યાભાઇ પટેલ પાટીદાર સમાજ અને ખાસ કરીને લેઉઆ પટેલ સમાજ પર વર્ચસ્વ ધરાવે છે.

સમાજના શ્રેષ્ઠીઓનો નિર્ણય અને અભિપ્રાય મેળવશે- નરેશભાઇ પટેલે પણ સ્વીકાર કર્યો હતો કે, ડાહ્યાભાઈ પટેલ તેમના વડીલ છે. એમનું પણ તેઓ માર્ગદર્શન લેશે. લેઉવા પાટીદાર સમાજ સમગ્ર રાજ્ય અને દેશમાં ખૂબ મોટા સમાજ તરીકે નામના ધરાવે છે, ત્યારે કોઈપણ રાજકીય નિર્ણય કરતા પૂર્વે સમાજના 2-4 આગેવાનો કે વડીલોને પૂછીને નિર્ણય કરવાની જગ્યા પર સમગ્ર સમાજના શ્રેષ્ઠીઓનો નિર્ણય અને તેમનો અભિપ્રાય મેળવ્યા બાદ સક્રિય રાજકારણમાં જોડાવાને લઈને તેઓ કોઇ અંતિમ નિર્ણય કરશે. સમગ્ર મામલા પર આગામી 30મી માર્ચ સુધી પડદો ઊંચકાઈ જશે એવું ખુદ નરેશ પટેલ કહી રહ્યા છે.

આ પણ વાંચો: Dilip Sanghani Political statement: દિલીપ સંઘાણીએ નરેશ પટેલ બીજા હાર્દિક પટેલ ન બને તેવી શુભકામનાઓ આપી

ખોડલધામ ટ્રસ્ટના તમામ પદ પરથી રાજીનામું આપશે?- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોડલધામ સમિતિના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષમાં કે સક્રિય રાજકારણમાં સામેલ થાય તો તેમને ખોડલધામ ટ્રસ્ટ (khodaldham trust rajkot)ના તમામ પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને આ વાતને લઈને તેઓ પણ ટ્રસ્ટના બંધારણને અનુસરશે. આગામી 30મી માર્ચ સુધીમાં નરેશ પટેલ સક્રિય રાજકારણથી લઈને રાજકીય પક્ષમાં સામેલ થવાને લઈને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે તેવું આજે સાર્વજનિક મંચ પરથી માધ્યમોને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.