- રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાન
- જયેશ રાદડિયાનો આત્મવિશ્વાસ વ્યક્ત થયો
- મારી ભાજપ પેનલને રાજકોટ યાર્ડની ચૂંટણીમાં જંગી બહુમતી મળશેઃરાદડીયા
રાજકોટઃ રાજકોટ માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે હાલ મતદાન થઈ રહ્યું છે. ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠક માટે ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપ દ્વારા આ વખતે મોટાભાગના નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે. તેમજ ભારતીય કિસાન સંઘ પણ પ્રથમ વખત જ યાર્ડની ચૂંટણીમાં રેસમાં ઉતર્યો છે. જેને લઈને પરિણામ પણ રસાકસીભરી રહેવાની શક્યતાઓ છે.
ચૂંટણીમાં 14 બેઠકો માટે કુલ 32 ઉમેદવારો
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 10 બેઠક ખેતી વિભાગની અને 4 બેઠક વેપારી વિભાગની મળીને કુલ 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ખેતી વિભાગની 10 બેઠક પર કુલ 22 અને 4 વેપારી વિભાગની બેઠકો પર 10 ઉમેદવારો વચ્ચે સીધો જંગ યોજાઈ રહ્યો છે. જ્યારે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેતી વિભાગમાં 1462 ઉમેદવાર અને વેપારી વિભાગમાં 570 મતદાર નોંધાયેલા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આ વખતે નવા ઉમેદવારો જોવા મળતા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાજપની પેનલની જીત થશે: જયેશ રાદડીયા
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયાની પેનલ અને ભારતીય કિસાન સંઘના ઉમેદવારો વચ્ચે સીધી જ હરીફાઈ જોવા મળી રહી છે. જેમાં આજે ચૂંટણી માટે યોજાયેલા મતદાનને લઈને જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે યાર્ડની ચૂંટણીમાં મારી ભાજપની પેનલનો ભવ્ય વિજય થશે. જ્યારે મતદાનના દિવસે વહેલી સવારથી જ મતદારોની મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. તેમજ ખેડૂતોએ પણ અગાઉ પણ અમારા પર વિશ્વાસ મુક્યો હતો અને આજે પણ મુકશે તેવી અમને આશા છે.
આવતીકાલે યોજાશે મતગણતરી
રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન છે. ત્યારે મતદાન સાંજ સુધી ચાલશે. જ્યારે આવતીકાલે આ ચૂંટણી માટેનું પરિણામ પણ જાહેર થશે. ત્યારે સહકારી ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવતી રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બદન પરીણામ પર સૌ કોઈની નજર છે. જ્યારે આ વખતે ભાજપની જ ભગિની સંસ્થા એવી ભારતીય કિસાન સંઘ, ભાજપના જ ઉમેદવારો સાથે ચૂંટણી લડી રહ્યું છે. જે આ વખતની ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે વર્ષોથી રાજકોટ સહકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનું શાસન રહ્યું છે ત્યારે આ વખતે શું પરિણામ આવશે તેના પર સૌ કોઈની નજર છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સીંગતેલના ભાવના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો, એક મહિનામાં 100 રૂપિયા કિંમત વધે તેવી શક્યતા
આ પણ વાંચોઃ Rajkot District Bankનું નામ બદલાયું, વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન થશે