- મુન્દ્રા કસ્ટડી ડેથ મામલો
- પોલીસ દ્વારા માર મારતા યુવાનનું મોત
- મારના કારણે યુવાનું મોત પરિવારજનોનો આક્ષેપ
રાજકોટઃ મુન્દ્રા પોલીસ મથકમાં ચોરીના શકમંદ આરોપી યુવાનનું શંકાસ્પદ મૃત્યું થતા તેના પરિવારજનો સહિત સમજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરવાની માગ સાથે આ ઘટનાને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ મામલે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
પોલીસ દ્વારા માર મરાતા યુવાનનું મોત
ઉલ્લેખનીય છે કે, 26 ડિસેમ્બરના રોજ મુન્દ્રા તાલુકાના સમાઘોઘા મુકામે બંધ ઘરમાંથી થયેલી 1.95 હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી મુદ્દે પોલીસે શકમંદ તરીકે સમાઘોઘાનાં અરજણ ખેરાજ ગઢવી નામના યુવાનને ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ પોલીસ દ્વારા તેને પૂછપરછના બહાને ઢોર માર મારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.