- રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓમાં થયો વધારો
- સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ
- મ્યુકોર માઈકોસીસની સારવાર કેન્સર કરતા પણ મોંઘી પડે છે
રાજકોટ: જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના સિવિલ સહિત દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં કોરોનામાં માંડ ઘટાડો થયો છે, ત્યાં હવે મ્યુકોર માઈકોસીસમાં અત્યંત ચિંતાજનક ઉછાળો આવ્યો છે અને તેની સારવાર કેન્સર કરતા પણ મોંઘી પડે છે.
આ પણ વાંચો : કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સિવિલમાં કોરોના દર્દીઓના 284 ડાયાલીસીસ કરાયા
દૈનિક અંદાજીત 18 સર્જરી કરવામાં આવે છે
રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 30થી 35 દર્દીઓમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. હાલ મ્યુકોર માઇકોસીસના દર્દી 609 સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. 242 દર્દીઓની સર્જરી પૂર્ણ કરવામાં આવી છે. 100 જેટલા પોસ્ટ ઓપરેટીવ દર્દીઓને સમરસ કેર સેન્ટર ખાતે રેફર કરવામાં આવ્યા હતા. અંદાજીત 18 સર્જરી દૈનિક કરવામાં આવે છે.
આ પણ વાંચો : ઉપલેટા પંથકમાં તૌકતે વાવાઝોડાને કારણે કેળની ખેતી કરતા ખેડૂતોની બેઠી માઠી દશા
કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત થયા
શહેરમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓના મોત થયા છે. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. મંગળવારે 15 દર્દીઓના થયા મોત હતા. જેમાંથી 2 દર્દીઓના કોરોનાના કારણે મોત થયાનો કમિટીએ રિપોર્ટ આપ્યો હતો, ત્યારે હાલ ઓક્સિજન અને વેન્ટિલેટરવાળા બેડ પણ ખાલી થયા છે. તો બીજી તરફ મ્યુકોર માઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી સિવિલમાં અલગ પોસ્ટ ઓપરેટિવ દર્દીઓને સમરસ હોસ્ટેલમાં સુવિધા ઉભી કરવામાં આવી છે. આજે બુધવારે 100 જેટલા દર્દીને સમરસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.