ETV Bharat / city

રાજકોટમાં Night Curfew અને Social Distance ભંગના દરરોજ 300 કેસ, પોલીસ કમિશ્નરે કરી અપીલ

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, સરકાર દ્વારા રાજકોટમાં Night Curfew લાદવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ કેટલાક લોકો તેનો અમલ નથી કરી રહ્યા. જ્યારે, દુકાનો બહાર Social Distance નો ભંગ પણ જોવા મળે છે. એવામાં રાજકોટ પોલીસ દ્વારા દરરોજે Night Curfew અને Social Distance ભંગના 300 જેટલા કેસ કરવામાં આવે છે. ત્યારે હવે લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને સરકાર દ્વારા બનાવામાં આવેલ નિયમોનું પાલન કરવું જોઈએ.

રાજકોટમાં Night Curfew અને Social Distance ભંગના દરરોજ 300 કેસ

author img

By

Published : Jun 3, 2021, 4:06 PM IST

  • Night Curfew અને Social Distance ભંગના દરરોજે 300 કેસ
  • રાજકોટમાં Corona Cases કાબૂમાં પણ પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શક્યતા
  • પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોકોને જાગૃત રહેવા માટે કરી અપીલ

રાજકોટ : સમગ્ર રાજ્યમાં સવારના 9થી સાંજે 6 વાગ્યા સુધી પાનના ગલ્લાઓ, દુકાનો, બજારો ખુલ્લી રાખવા માટેનો સરકાર દવા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, Corona Guidelines નું સંપૂર્ણપણે પાલન કરે અને કોરોના વાઇરસને હરાવવા માટે પોલીસને પણ લોકો મદદરૂપ થાય. પોલીસ દ્વારા પણ જો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન નહીં કરે તો તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ કરાશે, તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.

રાજકોટમાં Night Curfew અને Social Distance ભંગના દરરોજ 300 કેસ

10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલિવરી કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનો અને બજારોને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા રાત્રિના 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ સહિતના વિસ્તારોમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટ દ્વારા રાત્રીના 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરી શકાશે. આ સિવાય અન્ય કોઈ દુકાનો 6 વાગ્યા બાદ ખુલ્લી રહેશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.