- 1,00,944 જેટલી રાશન કીટોનું વિતરણ સરકાર અને સમાજસેવી સંસ્થાઓ મારફત કરવામાં આવ્યું
- અન્નબ્રહ્મ યોજના અન્વયે અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું
- જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિકોને કુલ 57,51,789 જેટલા ફૂડ પેકેટો
રાજકોટ: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરાનાની મહામારીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન લોકોને વિવિધ સુવિધા મળી રહે તે માટે ટીમવર્કથી કામગીરી કરવામાં આવી છે. રાજય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરીને જિલ્લા તંત્રએ વિવિધ કામગીરી સુપેરે પાર પાડી હતી. કોરોના મહામારી સમયે આરોગ્ય વિભાગના માર્ગદર્શક સુચનો મુજબ લોકડાઉનના અમલ દરમિયાન જરૂરીયાતમંદ લોકોને અનાજ અને શાકભાજી સહિતનો પૂરવઠો મળી રહે તથા કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની તકેદારી સરકારે રાખી હતી.
અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું
આ સમય દરમિયાન NFSA 2,50,025 NON NFSA-18,365, NON NFSA APL-1- 7,59,308, PMGKY-2,45,174 લાભાર્થીઓ ઉપરાંત DBT સહાય અને અન્નબ્રહ્મ યોજના અન્વયે અનેક લોકોને નિઃશૂલ્ક અનાજ પુરૂ પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ શહેર અને ગ્રામ્ય કક્ષાએ જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિકોને કુલ 57,51,789 જેટલા ફૂડ પેકેટો અને 1,00,944 જેટલી રાશન કીટોનું વિતરણ સરકાર અને સમાજસેવી સંસ્થાઓ મારફત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કોરોના મહામારીમાં શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા મોદી સરકારે ટ્રેનો દોડાવી હતી: જુગલસિંહ લોખંડવાલા
166 જેટલી ગૌશાળાને પણ લોકડાઉનમાં સહાય
રાજકોટ જિલ્લાની 166 જેટલી ગૌશાળાના પશુઓને પણ લોકડાઉનમાં આહાર મળી રહે તે માટે ગૌશાળા–પાંજરાપેાળના બેંક ખાતામાં એપ્રિલ-2020માં રૂપિયા 1 કરોડ 68 લાખથી વધુ તેમજ મે-2020માં રૂપિયા 1 કરોડ 73 લાખથી વધુની રકમ સહાય પેટે જમા કરાવવામાં આવી હતી.
આવશ્યક ચિજવસ્તુઓનો પૂરવઠો જળવાઇ તે માટે પરવાનગીઓ અપાઈ
રાજય સરકાર દ્વારા રાજકોટ શહેર અને રાજકોટ બહાર રાજયભરમાં પરીવહન માટે અને આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરવઠો જળવાઇ રહે તે માટે વિવિધ 31,633 પરવાનગીઓ જિલ્લા વહિવટ તંત્ર દ્વારા આપવામાં હતી. ડોકટરો સહિત આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને સેવામાં વિક્ષેપ ન પડે તે માટે ખાસ પરવાનગી ઇશ્યુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાંથી સ્થળાંતર થયેલા મજૂરો મતદાન કરવા માદરે વતન પરત ફર્યા
સમાજસેવી સંસ્થા દ્વારા આ તમામ શ્રમિકોને ફુડ પેકેટો, પાણી અને બાળકોને રમકડાં અપાયા
લોકડાઉન દરમિયાન ખાસ 52 જેટલી એસ.ટી. બસોની વ્યવસ્થા કરીને રસ્તે ચાલવા નીકળેલા શ્રમિકોને વતન પહોંચાડવામાં આવ્યા હતા. 64 જેટલી ટ્રેનો મારફત કુલ 1 લાખથી વધુ શ્રમિકોને નિઃશુલ્ક તેમના માદરે વતન પરત મોકલવામાં આવ્યા હતા. આ સમયે સમાજસેવી સંસ્થા દ્વારા આ તમામ શ્રમિકોને ફુડ પેકેટો, પાણી અને બાળકોને રમકડાં પણ વિનામૂલ્યે પુરા પાડવામાં આવ્યા હતા.