ETV Bharat / city

મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો - 4-lane highway

રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવેને 4 લેન બનાવવા માટે 2017માં કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતુ અને 18 માસની મુદત આપવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે આ સમય મર્યાદા વધારવામાં આવી હતી. પોણાચાર વર્ષ થયા હોવા છતા આ હાઈવેનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

morbi
મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો
author img

By

Published : Jul 22, 2021, 10:02 AM IST

  • મોરબી-રાજકોટ હાઈવેનું કામ અટક્યું
  • પોણા ચાર વર્ષ થઈ ગયા હોવા છતા કામ નથી પત્યું
  • 275 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે રોડ

મોરબી: મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે ફોરલેન બનાવવા માટે 275 કરોડના ખર્ચે સરકારે મંજુરી આપી હતી અને ગત વિધાનસભા ચુંટણી સમયે હાઈવે ફોરલેન માટેનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું જેની સમયમર્યાદા 2019 નક્કી કરી હતી અને બાદમાં કોરોના મહામારીને પગલે માર્ચ 2020 થી એક વર્ષની મુદત વધારી હતી છતાં પણ કામ હજુ પૂર્ણ થયું નથી.

18 માસની સમયમર્યાદા આપવામાં આવી

મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે ફોરલેન બનાવવા માટે રૂપિયા 275 કરોડના ખર્ચે મંજુરી આપવામાં આવી હતી. મોરબી ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાઈવે ફોરલેનની જાહેરાત કરી હતી જેનું ખાતમુર્હત તારીખ. 07-10-2017 ના રોજ કરવામાં આવ્યું હતું જે કામ પૂર્ણ કરવા મૂળ સમયમર્યાદા તા. 21-09-2017 થી 20-03-2019 એટલે કે 18 માસની નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વહીવટી તંત્ર ધારે તો શું ન કરી શકે : ગણતરીની મિનીટોમાં ધોલેરા વટામણ હાઈવે પૂર્વવત કરાયો

સમયમર્યાદા વધારવામાં આવી

કોરોના મહામારીને પગલે કામ અટકી પડતા સમયમર્યાદા વધારીને 21-03-2020 થી 31-03-2021 કરવામાં આવી હતી. વધારાની સમયમર્યાદા પણ પૂર્ણ થઇ ચુકી છે છતાં રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી એટલું જ નહિ ચાર ઓવરબ્રિજ બનાવવાના હોય જેનું કામ પણ હજુ ચાલી રહ્યું છે અને રોડના ખાતમુર્હતને પોણા ચાર વર્ષ વીત્યા છતાં હજુ કામ પૂરુ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

મોરબી રાજકોટ હાઈવેના કામકાજને પોણા ચાર વર્ષ થયા પણ રોડ નથી બન્યો

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 864 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનશે: અમિત શાહ

પોણા ચાર વર્ષ થયા છતા કામ પૂર્ણ ન થયું

મોરબીથી રાજકોટ સુધીનો અંદાજે 65 કિલોમીટર લંબાઈનો સ્ટેટ હાઈવે બનાવવા 2016ના વર્ષમાં જાહેરાત કરી હતી અને વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને 2017ના ઓક્ટોબર માસમાં ખાતમુર્હત કર્યું હતું જેને આજે પોણા ચાર વર્ષનો સમય વીત્યો છે,એટલું જ નહિ રોડનું કામ કરવા માટે મૂળ સમયમર્યાદામાં તો કામ પૂર્ણ ના થયું પરંતુ બાદમાં એક વર્ષની સમયમર્યાદા વધારી આપવા છતાં રોડના કામના હજુ ઠેકાણા નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.