- ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો
- કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા
- મોરારીબાપુએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા ભરતી વિવાદ અંગે સુર ઉપાડ્યો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani Award) અને હેમુ ગઢવી એવોર્ડ(Hemu Gadhvi Award) અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે મોરારી બાપુએ પોતાના પ્રવચન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) સામે આવેલા અધ્યાપકોની ભરતી વિવાદ મામલે કટાક્ષ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ યોજતા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણી સાથે કાર્યક્રમ મામલે વાતચીત યોજાઈ હતી. તે દરમિયાન તેમને પૂછ્યું હતું કે આ પ્રકારમાં માહોલમાં એવોર્ડ કાર્યક્રમ રાખવો છે કે નવા વર્ષમાં રાખીએ. ત્યારે મોરારીબાપુના પ્રવચન દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ મામલે કટાક્ષ કરવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો
યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં નરોત્તમ પલાણ અને ડૉ. અમૃત પટેલને ઝવેરચંદ મેઘાણી લોસાહિત્ય એવોર્ડ તેમજ કાશીબેન ગોહિલ અને નાથાભાઈ ગમારને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મોરારિબાપુના હસ્તે અપાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોરારી બાપુએ પોતાના પ્રવચન સમયે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવેલા કરાર આધારીત અધ્યાપકોની ભરતી વિવાદ મામલે કટાક્ષ પણ કર્યો હતો.
વિદ્યાધામમાં વિવાદ હોય જ નહીં : મોરારીબાપુ
કાર્યક્રમમાં પ્રવચન દરમિયાન મોરારીબાપુએ વિવાદ મામલે કટાક્ષ સાથે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાધામમાં વિવાદ હોવો જ ન જોઈએ, માત્ર સંવાદ જ હોવો જોઈએ. જો કે મોરારીબાપુએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ મામલે ઉપકુલપતિ વિજય દેસાણીએ તેમને કાર્યક્રમને અને વિવાદને કોઈ લેવાદેવા નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ સમગ્ર વાત મોરારી બાપુએ પોતાના પ્રવચન દરમિયાન કહેતા હાલ તે ચર્ચાનો વિષય બનવા પામી છે.
આ પણ વાંચો: