- MLA લલિત વસોયા દ્વારા આરોપીને કડકમાં કડક સજાની કરી માગ
- MLA લલિત વસોયાએ અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની કરી હાકલ
- ગૃહપ્રધાન પાસે આરોપીને ગંભીર સજા મળે તેની કરવામાં આવી માગ
આ પણ વાંચોઃ શાળાઓને બંધ કરવા સુરત વાલી મંડળ દ્વારા સરકારને રજૂઆત
રાજકોટઃ જિલ્લામાં જેતપુર તાલુકાના જેતલસર ગામની એક સગીરા ઉપર જયેશ સરવૈયા નામના આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ સગીરાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઘાતકી ઘટના અંગે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને લેખિત રજૂઆત કરી આરોપીને ગંભીર સજા મળે તેવી માગ કરી હતી.
આ પણ વાંચોઃ રાજકોટના વૉર્ડ નંબર 11 માં મહિલાઓએ પાણી મુદ્દે કરી રજૂઆત
આ ઘટનાથી સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે: લલિત વસોયા
આવી ક્રૂર હત્યાની ઘટનાથી સમગ્ર સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. આ ઘટના અંગે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ લલિત વસોયાએ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક સમાજની કે એક પરિવારની દિકરીની વાત નથી, પરંતુ દરેક પરિવારમાં દિકરી, માતા અને બહેન હોય છે. તેની સુરક્ષાની પણ વાત છે.