ETV Bharat / city

Rajkot Police Commissioner : "મારા અને મારી રાજકોટ પોલીસ પર લાગેલા આરોપ અંગે કઈ નહિ બોલું" : મનોજ અગ્રવાલ - Police Commissioner Manoj Agarwal

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પોલીસ કમિશ્નરે રૂપિયા 75 લાખ લેવાનો આક્ષેપ (MLA Govind Patel accused police commissioner) કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કમિશનર પર આક્ષેપ કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસમાં (Rajkot City Police) હાહાકાર મચી જવા પામ્યો છે.

"મારા અને મારી રાજકોટ પોલીસ પર લાગેલા આરોપ અંગે કઈ નહિ બોલું" : મનોજ અગ્રવાલ

author img

By

Published : Feb 8, 2022, 3:04 PM IST

રાજકોટ: રાજકોટના દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA Govind Patel accused police commissioner) પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Police Commissioner Manoj Agarwal) વિરુદ્ધ એક કેસમાં કમિશનર લેવાનો આક્ષેપ કર્યો છે. સાથે લેટર લખ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર સહિતના પોલીસ કર્મીઓ વિવાદમાં આવી ગયા છે. જે મામલે આજે ત્રણ દિવસ બાદ પોલીસ કમિશનર રાજકોટ ઓફીસ ખાતે આવ્યા હતા. પરંતુ તેમને વધુમાં કઈ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

"મારા અને મારી રાજકોટ પોલીસ પર લાગેલા આરોપ અંગે કઈ નહિ બોલું" : મનોજ અગ્રવાલ

આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

હાલ તપાસ કમિટી દ્વારા તપાસ થઈ રહી છે: પોલીસ કમિશનર

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Police Commissioner Manoj Agarwal) દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પર જે આક્ષેપો થયા છે તે મામલે તપાસ થઈ રહી છે જેના કારણે હું આ મામલામાં કઈ નહિ બોલી શકું, પરંતુ અમે ત્રણ વર્ષ રાજકોટમાંથી ઘણીબધી ગુન્હાખોરીને ડામી છે. જ્યારે મારા પર અને મારી રાજકોટ પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલ આક્ષેપો અંગે હાલ તપાસ ચાલી રહી હોવાના કારણે કઈ બોલવું યોગ્ય નથી.

આ પણ વાંચો: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર સામેના આક્ષેપ મામલે તપાસ થશે: JCP

પોલીસ કમિશ્નર મીડિયા સામે ભાવુક થયા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી હું અમદાવાદ ખાતે હાઈકોર્ટમાં કામમાં હતો અને હું જ્યારે અમદાવાદ જવા નીકળ્યો ત્યારબાદ આ બધું થયું છે. પરંતુ હવે આ મામલે કમિટી બેસાડવામાં આવી છે અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ રાજકોટ પોલીસ દ્વારા હંમેશા પ્રજા માટે દિવસ રાત જોયા વગર કામ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. જ્યારે પોલીસ કમિશનર મીડિયા સામે ભાવુક થતા પણ જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.