- રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં
- વાયરલ ઓડિયો ક્લિપ મામલે ઇટીવી ભારત સાથે વાતચીત
- હું પોલીસ ફરિયાદ કરીશઃ અરવિંદ રૈયાણી
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે. એવામાં રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં રૈયાણી પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયા, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા તેમજ ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલ સહિતના પાટીદાર નેતાઓને ગાળો આપી રહ્યા છે. ત્યારે આ ઓડિયો ક્લીપ અંગે ETV ભારત દ્વારા ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
ઓડિયો ક્લિપ મુદ્દે ધારાસભ્ય સાથે વાતચીત ઓડિયો કલીપ 10 વર્ષ જૂની અને એડિટ કરેલી Etv ભારત દ્વારા કથિત ઓડિયો ક્લિપ મામલે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની ઓડિયો ક્લિપ એડિટ કરેલી છે. તેમજ 10 વર્ષ જૂની છે. મેં કોઈ પણ નેતાઓને ગાળો આપી નથી. મને પક્ષના પણ લોકો સાથે કોઈપણ જાતનો મતભેદ નથી. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
હું કાયદેસરની કાર્યવાહી કરીશ: રૈયાણી ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, તેઓ વાઇરલ ઓડિયો ક્લિપ મામલે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ આ પ્રકારની ઓડિયો ક્લિપ તેમને બદનામ કરવા માટે વાયરલ કરી હોવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિવાદોમાં આવી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થતાં તેઓ ચર્ચામાં આવ્યા છે.બાઈટ: અરવિંદ રૈયાણી, ધારાસભ્ય, MLA