- રાજકોટમાં રાજ્ય પ્રધાન કુંવરજી બાવળિયાને મહિલાઓએ કર્યા સવાલ
- મહિલાઓએ પાણી ક્યારે આવશે, કામ ક્યારે પૂરું થશે જેવા સવાલ કર્યા
- મહિલાઓના સતત સવાલથી કુંવરજી બાવળિયા સ્ટેજ છોડીને નાઠા
રાજકોટઃ રાજકોટના પારડી ગામમાં એક કાર્યક્રમમાં પ્રધાન કુંવરજી બાવળિયાએ હાજરી આપી હતી. પારડી ગામની મહિલાઓએ તેમને ગંભીર પ્રશ્નો કર્યા હતા. પારડી ગામમાં પાણીનો ગંભીર પ્રશ્ન છે. એટલે ત્યાં રહેતા લોકોને ઘરે ઘરે નળ આવે તે માટેની વાસ્મો યોજના અંતર્ગત 2 કરોડના કામ મંજૂર થયા હતા. આનું ખાતમુહૂર્ત કરવા માટે પાણી પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો આવ્યા હતા. લોધિકામાં કુંવરજી બાવળિયાને કડવો અનુભવ રહ્યો. પારડી ગામની મહિલાઓએ સવાલો ઊઠાવ્યા હતા. મહિલાઓના પ્રશ્નોથી કુંવરજી બાવળિયા ખૂબ જ મુંઝાઈ ગયા હતા. પ્રધાન કુંવરજી બાવળિયા સહિતા નેતાઓ મંચ છોડી રવાના થયા હતા.
રાજકોટ જિલ્લાના પારડી ગામમાં મહિલાઓએ પ્રધાન બાવળિયાને આડે હાથ લીધા હતા. મહિલાઓના સવાલથી પ્રધાન કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ ભાગ્યા હતા. પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની આંતરિક પીવાના પાણી 2 કરોડની યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છતાં પણ હજુ પાણીની સમસ્યા યથાવત જોવા મળી હતી.