ETV Bharat / city

રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ - રાજકોટમાં ઈંડા- નોનવેજની લારીઓ

રાજકોટ (Rajkot)માં જાહેર માર્ગો પર ઠેરઠેર ઈંડા અને નોનવેજ (Eggs And Nonveg)ની લારીઓ જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોની લાગણીઓ દુભાતી હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ રાજકોટના મેયર દ્વારા તાત્કાલિક જાહેર રોડ ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ

author img

By

Published : Nov 9, 2021, 8:12 PM IST

  • રાજકોટના મુખ્ય માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીઓ દૂર કરાશે
  • સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોવાની ફરિયાદો
  • અન્ય જગ્યાએ ઈંડા-નોનવેજની લારીઓ ચલાવવાની છૂટ આપવામાં આવશે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના મેયર દ્વારા મહત્વના આદેશો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી રાજકોટના મુખ્ય માર્ગો પરથી ઈંડા અને નોનવેજ (Eggs And Nonveg)ની લારીઓને તાત્કાલિક દૂર કરવામાં આવશે. વિસ્તારમાં એક કરતા વધુ પ્રકારની ઈંડા અને નોનવેજની લારીઓની લાઈનો જોવા મળી રહી છે, જેને લઇને સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાના કારણે તેમના દ્વારા રાજકોટ મેયર (Rajkot Mayor)ને આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી.

રાજકોટમાં જાહેર રસ્તાઓ પર ઠેરઠેર ઈંડા અને નોનવેજની લારીઓ

લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે, જેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો

મેયર ડો.પ્રદીપ ડવે દ્વારા તાત્કાલિક રાજકોટના મુખ્ય માર્ગ ઉપરથી ઈંડા તેમજ નોનવેજની લારીઓને દૂર કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ઠેરઠેર ઈંડા અને નોનવેજની લારીઓ જાહેર રસ્તા ઉપર જોવા મળી રહી છે, જેને લઇને રાજકોટના મેયર દ્વારા તાત્કાલિક જાહેર રોડ ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓને દૂર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે: મેયર

Etv Bharat સાથેની વાતચીતમાં મેયર ડો. પ્રદીપ ડવેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જાહેર રસ્તા ઉપર એક-બેની જગ્યાએ 10થી 12 જેટલી ઈંડાની રેકડીઓ જોવા મળતી હોય છે અને આ રેકડીઓમાં ઈંડા સાથે નોનવેજ પણ વેચાતું હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિના કારણે વિસ્તારમાં રહેતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાય છે, જેને લઇને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈંડા અને નોનવેજની લારીઓ માટે અલગ વ્યવસ્થા કરાશે

ડો. પ્રદીપ ડવેએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ મુખ્ય માર્ગો ઉપર જ્યાં ઈંડા અને નોનવેજની લારીઓ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને આ લોકોને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં અથવા જ્યાં ધાર્મિક સ્થળો ન હોય અને સ્થાનિકો મુશ્કેલીમાં ન મુકાય તેવી જગ્યાઓ પસંદ કરીને તેમને ઈંડા અને નોનવેજની લારીઓ ચલાવવા માટેની છૂટછાટ આપવામાં આવશે. અત્યારે રાજકોટના મુખ્ય માર્ગો ઉપરથી તમામ ઈંડાને નોનવેજની લારીઓને હટાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ બેડી યાર્ડમાં 60 હજાર મગફળીની ગુણ, 26 હજાર મણ કપાસની આવક નોંધાઇ

આ પણ વાંચો: આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, રાજકોટમાં પ્રથમ દિવસે જ જોવા મળ્યો નિરુત્સાહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.