ETV Bharat / city

ધોરણ 12માં માસ પ્રમોશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એડમીશન માટે એક્શન પ્લાન - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

કોરોનાના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે આ વિદ્યાર્થીઓને આગામી અભ્યાસક્રમ માટે એડમીશનને લઈને મુશ્કેલીઓ સર્જાઈ તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન માટે મુશ્કેલી ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એડમીશન માટે એક્શન પ્લાન

author img

By

Published : Jun 7, 2021, 10:12 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીના હિતમાં લીધો નિર્ણય
  • વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન માટે મુશ્કેલી ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન
  • નવી કૉલેજોને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓની ચર્ચા

રાજકોટઃ કોરોનાના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે આ વિદ્યાર્થીઓને આગામી અભ્યાસક્રમ માટે એડમીશનને લઈને મુશ્કેલીઓ સર્જાઈ તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન માટે મુશ્કેલી ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં કૉલેજોમાં વર્ગખંડ વધારવા તેમજ નવી કૉલેજોને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે

આ વખતે ધોરણ 12નું પરિણામ વધારે આવશે-ઉપકુલપતિ

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.વિજય દેસાઈએ જણાવ્યું હતું કે, સ્વભાવિક રીતે દર વર્ષે ધોરણ 12નું 55થી 60ટકા જેટલું પરિણામ આવતું હોય છે, પરંતુ આ વખતે માસ પ્રમોશનને લઈને સંભવિત રીતે ધોરણ 12નું પરિણામ વધુ આવવાની શક્યતાઓ છે, જ્યારે આ વખતે કૉલેજના પ્રથમ વર્ષમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી શકે છે. જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને એડમીશન માટે હેરાન ન થવું પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓના હિતમાં 4 મહત્વના નિર્ણય લેવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ધોરણ-12 પછી કૉલેજમાં એડમીશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે ચાર મહત્વના નિર્ણય લીધા છે. જેમાં ગવર્મેન્ટ કૉલેજમાં વર્ગખંડની સંખ્યા વધારવી સાથે સેલ્ફ ફાયનાન્સ કૉલેજોમાં પણ વર્ગખંડની સંખ્યા સાથે નવા શિક્ષકોની ભરતી કરવી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નવી કૉલેજોને મંજૂરી આપવી, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ એક્સટર્નલ કોર્સમાં એડમીશન લે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સમગ્ર મામલે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ માસ પ્રમોશનથી ખુશખુશાલ ધો.12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બાથરૂમમાં મળી આવ્યો મૃત

કોઈ વિદ્યાર્થી એડમીશનથી વંચિત નહીં રહે

ધોરણ 12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત સામે આવતા જ મોટાભાગની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓના એડમીશન અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે, જ્યારે અલગ-અલગ એક્શન પ્લાન બનાવી રહ્યા છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ કોઈપણ વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન રહી ના જાય તે માટેનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉદેસાઈએ જણાવ્યું હતું કે, આ વખતે કોઈપણ વિદ્યાર્થીઓએ કૉલેજમાં એડમીશનથી વંચિત ન રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.