- રાજકોટમાં આત્મહત્યા
- પરણિતાએ કરી આત્મહત્યા
- કોરોના થવાના ડરને કારણેે કરી આત્મહત્યા
રાજકોટઃ દેશમાં કોરોનાના નવા કેસનો રાફળો ફાટ્યો છેે, ત્યારે કોરોનાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. કોરોનાનેેે લઈને કેટલાક લોકોની માનસિક સ્થિતિમાં પણ ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. કોરોનાના ડરના કારણે લોકો આપઘાત કરી રહ્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છેે, ત્યારે રાજકોટમાં પણ એક પરણીતાએ કોરોના થવાના ડરના કારણે આપઘાત કરી લીધો છે. જેને લઈને શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
કોરોનાના ડરના કારણે મહિલાએ કરી આત્મહત્યા
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી કલ્પતરૂ સોસાયટીમાં રહેતી નિકીતા રાઠોડ નામની મહિલાને બે દિવસથી તાવ આવતો હોવાથી કોરોના થયો હોવાનો ભય લાગતા બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી આત્મહત્યા કરી છે. આ ઘટના રાત્રિના સમયે બની હતી. પરિણીતાએ લિક્વિડ પીધું હોવાની જાણ પરિવારને થતા તાત્કાલિક આ મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ પરણિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે સમગ્ર મામલે રાજકોટની બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.